પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજી દિલ-લુમિનેટી ઈન્ડિયા ટૂર 2024 પર છે. તેમના દેશના અલગ-અલગ શહેરોમાં કોન્સર્ટ યોજાઈ રહ્યા છે. તાજેતરમાં દિલજીતે ઈન્દોરમાં એક કોન્સર્ટ કર્યો હતો. ત્યારબાદ હવે તેણે મહાકાલના શરણે છે. દિલજીતે આજે ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં પૂજા કરી હતી. મહાદેવની ભક્તિમાં મગ્ન દિલજીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કપાળ પર તિલક કરીને મહાદેવની ભક્તિમાં મગ્ન
વાયરલ થયેલા વીડિયોમાં દિલજીત ગર્ભગૃહની બહાર સફેદ ધોતી અને પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે. તેણે ઠંડીથી બચાવવા માટે જેકેટ પણ પહેર્યું છે. ગર્ભગૃહની બહાર બેઠેલો દિલજીત મહાકાલનું ધ્યાન કરી રહ્યો છે. દિલજીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. દિલજીતનો વીડિયો જોયા બાદ લોકો હર હર મહાદેવનીકોમેન્ટ કરી રહ્યા છે.
બેંગલુરુમાં દીપિકા પાદુકોણને સ્ટેજ પર મળ્યો
દિલજીતે કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનું એક શેર પણ સંભળાવ્યો હતો.આ કોન્સર્ટનું નામ રાહત ઈન્દોરીના નામે રાખ્યું હતું. દિલજીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું- લવ યુ ઈન્દોર. તેમણે આ પહેલા બેંગલુરુમાં એક કોન્સર્ટ કર્યો હતો. જ્યા દીપિકા પાદુકોણને સ્ટેજ પર બોલાવીને તેની મેકઅપ બ્રાન્ડનો પ્રચાર પણ કર્યો હતો. દિલજીતે સોશિયલ મીડિયા પર બેંગલુરુ કોન્સર્ટની તસવીરો પણ શેર કરી હતી.