Jalaram Bapa: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી (Gnanprakash Swami) સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપા (Jalaram Bapa) સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gnanprakash Swami) એ જલારામ બાપુ (Jalaram Bapa) સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.હવે સમગ્ર ઘટનાનો વિવાદ વક્રતા જ્ઞાનપ્રકાશ સ્વામી (Gnanprakash Swami) એ વીરપૂરમાં આવી માફી માંગી હતી.હવે આ ઘટના પર દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે.
સાધુને ઝેરી જીવજંતુ સાથે સરખાવ્યા
જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન પર દિલીપ સંઘાણી (Gnanprakash Swami) નું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમને જ્ઞાનપ્રકાશ સ્વામીને ઝેરી જીવજંતુ સાથે સરખાવ્યા હતા.સંઘાણી કહ્યું ભોજા બાપાના માર્ગદર્શનમાં સદાવ્રત ચાલુ કરવામાં આવ્યું હતું.આટલી સ્પષ્ટતા બધા માટે દીવાદાંડી સ્વરૂપ છે. પણ સ્વામીનારાયણના સાધુઓ ભગવા પહેરે એટલે બધાને સરખા સમજે છે. સ્વામીનારાયણના કોઈપણ સાધુ બોલે તો બધા સંપ્રદાયમાં આંતરિક ભેદભાવ ઉભો થાય છે. આ વિવાદનો ભોગ બધાને બનવું પડેશે.સ્વામી નારાયણ જે દેશ દુનિયામાં ગૌરવ વધાર્યું છે.તેમણે ઉદાહરણ આપતા કહ્યું દૂધપાક બનાવવોને રાત્રે દૂધ તૈયાર કર્યુ ને સવારે કોઈ જીવજંતુ અંદર પડી જાય તો આખું દૂધપાક બગાડી જાય છે.સ્વામી નારાયણના સાધુઓ વ્યસન મુક્તિ, શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરે છે તેને પણ દાગ લાગે. તેથી આવા કથિત કામ ન કરવા જોઈએ.
સ્વામીએ વીરપુર આવી માફી માંગી
જ્ઞાનપ્રકાશ પ્રકાશ સ્વામી (Gnanprakash Swami) નો વિવાદ સમગ્ર રાજ્યમાં ખુબ વકર્યો હતો. આ વિવાદનો ખુબ વિરોધ રધુંવશી સમાજ અને લોહાણા સમાજે ભારે વિરોધ કર્યો હતો.આ વિરોધ બાદ સ્વામી માંફી માંગવા વિરપૂરમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા હતા.આ સ્વામીએ ભર બજારમાં પ્રચાર થઈને માફિ માંગવી આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે સ્વામી માફિ માંગીયા બાદ વિવાદનો અંત આવશે કે નહીં. તેમને જણાવીએ દઈએ કે, આ વિવાદ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો હતો. ગુજરાતના લોહાણા સમાજ અને રધુવંશી સમાજ માંગ કરી હતી કે જલારામ મંદિરે આવી માંફિ માંગી છે.
Jalaram Bapa: