- ભાજપના નેતા Dileep Sanghani ના બેબાક બોલ
- અમરેલીમાં નકલી લેટરકાંડ અને સરઘસકાંડનો મુદ્દો ફરી ગરમાયો
- લેટરકાંડના આરોપી અશોક માંગરોળીયાને દિલીપ સંઘાણીનું નિવેદન
- જાહેરમંચ પરથી કાયદાના ઉલ્લંઘનને લઈને કર્યું ભાષણ
- અશોકના પિતાના અવસાન સમયની સંઘાણીએ કરી વાત
25મી જૂન 1975 ના રોજ સમગ્ર ભારત સ્તબ્ધ થઈ ગયું હતું. કારણ કે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધી હતી. ભાજપ દર વર્ષે આ દિવસ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષે ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું આયોજન કર્યું છે. દેશમાં અને રાજ્યમાં રસ્તાઓ પર કટોકટીના ઘણા બેનરો લગાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કટોકટીને સરમુખત્યારશાહી માનસિકતાનું પરિણામ ગણાવ્યું છે.
આ પણ વાંચો – Rajkumar Jat: ગુજરાત હાઇકોર્ટે રાજકોટ પોલીસને આપી નોટિસ
બીજી તરફ અમરેલીમાં ભાજપના નેતા Dileep Sanghani આ પ્રસંગે બેબાક બોલ્યા છે. કટોકટીના સમયગાળાને યાદ કરીને દિલીપ સંઘાણીએ જાહેરમંચ પરથી ભાજપના નેતાઓ પર ચાબખા માર્યા હતા. તેમણે નકલી લેટર કાંડના પાયલ ગોટી પ્રકરણના આરોપી અશોક માંગરોળીયાને લઈને જાહેરમંચ પરથી કાયદાના ઉલ્લંઘનને લઈને ભાષણ કર્યું છે. દિલીપ સંઘાણીએ પોતાના ભાષણમાં કહ્યું કે, અશોકના પિતાના અવસાન સમયે આપણી પાર્ટીમાંથી અંતિમ ક્રિયામાં ન જવા દેવાયા.
Dileep Sanghani એ વધુમાં કહ્યું કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ ત્યારે જ સુરક્ષિત સંવિધાન ગણાય છે. નવા કલેકટરશ્રી આવ્યા છે અપેક્ષા રાખીએ કે કાયદા પ્રમાણે ચાલશે અને કોઈપણ ચમરબંધીની વાત નહી માને તો જિલ્લો તમારી સાથે ઊભો હશે.