GONDAL : ગણેશે બંગલામાં પુરી રાજકુમારને માર્યો હતો માર ? વાંચો સૌથી મોટો ખુલાસો

Gondal : ગોંડલના રાજકુમાર જાટના મોતનો મામલો વધુને વધુ વકરી રહ્યો છે. પોલીસે આ મામલાને અકસ્માત તરીકે ગણાવ્યો છે, જ્યારે પરિવાર સતત હત્યા થઈ હોવાની વાત કરી રહ્યા છે. આ મામલો રાજસ્થાનના ભીલવાડા સુધી પહોંચી ગયો છે. ભીલવાડા સ્થિત જાટ સમાજના આગેવાનો અને સ્થાનિક નેતાઓ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. બીજી બાજૂ, સોશિયલ મીડિયામાં I SUPPORT GANESH GONDAL ના પોસ્ટર શેર કરવામાં આવ્યા છે. અને ગણેશ ગોંડલને સોશ્યલ મીડિયામાં ક્લિનચીટ અપાઈ રહી છે.

એક તરફ રાજસ્થાનમાં રાજકુમાર જાટ મામલે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. પાર્લામેન્ટમાં પણ સાંસદ બેનિવાલે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસથી સંતુષ્ટ ન હોવાનું જણાવ્યું છે. અને સમગ્ર મામલાની તપાસ CBI ને સોંપવાની માંગ કરવામાં આવી છે.

રાજકુમાર જાટનો પરિવાર સતત જયરાજસિંહના બંગલાના પુરા સીસીટીવી જાહેર કરવાની માગ કરી રહ્યો છે. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવીના કેટલાક અંશો જ શેર કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય કે રાજકોટ ગ્રામ્ય પોલીસ કેમ છુપાવી રહી છે. જો CCTV ફૂટેજમાં ખરેખર કંઈ ન હોય તો પોલીસે આખા ફૂટેજ જાહેર કરી દેવા જોઈએ તેવી લોકમાંગ થઈ રહી છે.

જો કે, રાજ કુમાર જાટના પિતા રતનલાલ જાટનો આક્ષેપ છે કે, જયરાજસિંહના બંગલામાં માર મરાયા બાદ તેમનો દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો હતો. રોડ અકસ્માતમાં રાજકુમાર જાટનું મૃત્યુ થયું હોવાનું તપાસમાં ખુલ્યું છે. જો કે જયરાજસિંહના બંગલામાં માર મારવામાં આવ્યો હતો કે કેમ તે બાબતની સ્પષ્ટતા હજુ સુધી નથી થઈ.

આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે કે જે CCTV જાહેર નથી થયા તેમાં ગણેશ અથવા તેના મળતિયાઓ રાજકુમાર જાટને મારી રહ્યા છે જો કે હકીકત પોલીસ CCTV જાહેર કરે અને આ મામલે તટસ્થ તપાસ થાય તો જ પ્રજાને ખબર પડશે.

Scroll to Top