વડોદરા રોડ અકસ્માત બાદ Bollywood એક્ટર જાહ્નવી કપૂરને લો સ્ટુડન્ટ પર ગુસ્સો આવ્યો?

Bollywood News : વડોદરામાં ગુરુવારે મોડી રાત્રે બનેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. કારેલીબાગ વિસ્તારમાં એક ઝડપી કારે પાંચ લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ છે. આરોપી રક્ષિત ચૌરસિયા કથિત રીતે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવતી વખતે નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને રાહદારીઓને ટક્કર માર્યો હતો.

જાહ્નવી કપૂરએ પોતાના ઇન્સ્ટા સ્ટોરી પર વિડિઓ પોસ્ટ કર્યો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી, રક્ષિત કારમાંથી બહાર આવ્યો અને બૂમો પાડવા લાગ્યો, “વધુ એક રાઉન્ડ!” તેની આ હરકત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઘટના પર બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે આકરી પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેણે લખ્યું, “આ અત્યંત ડરામણી અને ગુસ્સે ભરનારું છે. કોઈ વ્યક્તિ આ રીતે કેવી રીતે વર્તન કરી શકે છે તે વિચારવું હૃદયદ્રાવક છે. ભલે તે નશામાં હોય કે ન હોય, આ સહન કરી શકાય નહીં.” જ્હાન્વીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેની સાથે સહમત થઈ રહ્યા છે.

આરોપીએ નશામાં હોવાનો ઇનકાર કર્યો હતો

Drunk driver's rampage caught on camera, kills woman, screams 'another round'
15 માર્ચે media સમક્ષ રક્ષિતે દાવો કર્યો હતો કે તે નશામાં ન હતો. તેણે અકસ્માત માટે ખાડા અને એરબેગ્સને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે કહ્યું, “ચોરાઈ પાસે એક ખાડો હતો. મેં તેને પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મારી કાર આગળ જતા સ્કૂટર સાથે અથડાઈ. તે જ સમયે, એરબેગ ખુલી ગઈ, જેના કારણે હું કંઈ જોઈ શક્યો નહીં અને આ અકસ્માત થયો.” જો કે, પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી અને તે દારૂના નશામાં હતો કે કેમ તે ચકાસવા મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

આ ફિલ્મમાં જાન્હવી જોવા મળશે

Jhanvi Kapoor to Pair Opposite Ram Charan in Upcoming Tollywood Film
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, જાહ્નવી ટૂંક સમયમાં વરુણ ધવન સાથે સની સંસ્કરીની તુલસી કુમારીમાં જોવા મળશે. તે જ સમયે, તે સિદ્ધાર્થ મલ્હોત્રાની પરમ સુંદરીમાં પણ જોવા મળશે. તેની પાસે સાઉથની એક મોટી ફિલ્મ પણ છે. તે ટૂંક સમયમાં બુચી બાબુ સના દ્વારા નિર્દેશિત ‘RC 16’માં રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરશે.

Scroll to Top