Diamond Association: રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે. જેના કારણે રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. આ રત્નકલાકારોની મદદ કરવા ગુજરાતના અલગ અલગ શહેરોના ડાયમંડ એસોસિએશના હોદ્દોદારો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (bhupendr patel) સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં આઈડીઆઈ, અમદાવાદ ડાયમંડ એસોસિએશન (Diamond Association), વિસનગર, પાલનપુર, જૂનાગઢ, ભાવનગરના ડાયમંડ એસોસિએશને cm સાથે બેઠક કરી હતી.
ડાયમંડ એસોસિએશને ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી
વિશ્વમાં 10 ડાયમંડનું કટ એન્ડ પોલિશ્ડ થાય તેમાંથી 9 ડાયમંડ સુરતમાં બને છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત, અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડનું મોટા પ્રમાણમાં કામ થાય છે.પરંતુ છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં અઢી વર્ષથી ચાલતી મંદિને કારણે અને રત્નકલાકારોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે.જેને લઈને આ રત્નકલાકારો માટે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે રજૂઆત ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા કરવામાં આવતી હતી.ગઈકાલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયા, વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ, અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ કાનાણી, જુનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજય પટેલ, ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા, અમદાવાદ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયાની ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક યોજાઈ હતી.
2 દિવસમાં રત્નકલાકરો માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે
આ બેઠક બાદ સીએમએ કહ્યું હુતં કે, અમે રત્નકલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ અમે આગામી 2 દિવસમાં કોઈ ઠોસ એક્શન પ્લાન બાનાવીશું. જ્યારે ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરેમન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ગુજરાતના અલગ અલગ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. સીએમ દ્વારા સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો. સીએમએ કહ્યું હતું કે, રત્નકલકારો માટે સરકારે મદદ કરવી જોઈએ, અમે તે માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે અમારા વિભાગને સુચના આપી દિધી છે અને આગામી 2 દિવસમાં રત્નકલાકરો માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે.