-
Dholka ભાજપમાં ભડકો, પાલિકાના દસ કાઉન્સેલરએ રાજીનામા ધરી દીધા
-
મતવિસ્તારમાં કામ ન થતા હોય રાજીનામી આપી દીધા હોવાનો અહેવાલ
Dholka News: અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકાના આજે અખાત્રીજના પર્વે ભાજપના 11 કાઉન્સેલરો રાજીનામાં ધરી દીધા છે. ભાજપમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાર જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલા રજિસ્ટર વિભાગમાં રાજીનામાં ધરી દીધા છે. પ્રાથમિક વિગત અનુસરા નગરસેવકોને તેમના વિસ્તારમાં કામ થતું ન હોય અને અધિકારીઓ ગાંઠતા નથી એટલા માટે રાજીનામું આપી દીધુ હોવાની વિગતો સામે આવી દીધા છે. આ બાબતે ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતે મારી પાસે રાજીનામાના ડોકયુમેન્ટ કે કાઉન્સિલરો રાજીનામાં આપવા આવ્યા નથી. ધોળકામાં બાર જેટલા કાઉન્સિલરોએ ભાજપમાંથી રાજીનામાં આપતા આ મુદ્દો ટોક ધ ટાઉન બન્યો છે.
અમદાવાદની ધોળકા નગરપાલિકા (Dholka Nagarpalika) જ્યાં ભાજપ (BJP) ના સભ્યોમાં ઉકળતો ચરૂ જોવા મળ્યો છે. ધોળકા નગરપાલિકામાં ભાજપના 11થી વધુ સભ્યો નારાજ છે. પ્રાથમિક વિગત અનુસાર કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રેક્ટરની બાબતે ભાજપના સભ્યોને વાંધો પડ્યો છે. ભાજપના નારાજ કાઉન્સેલરોની ધોળકા સર્કિટ હાઉસમાં બેઠક યોજાશે. બેઠકમાં સંગઠના હોદ્દેદારો અને ધારાસભ્યો બેઠકમાં હાજર રહી શકે છે.
હાલ જે માહિતી સામે આવી છે તે અનુસાર કાઉન્સેલરોને તેમના વિસ્તારમાં વિકાસના કામ થતાં ન હોય અને કોઈ કોન્ટ્રેક્ટ કે કોન્ટ્રેક્ટરની બાબતે ભાજપના સભ્યોને વાંધો પડ્યો છે. ભાજપના નારાજ નગરસેવકો એ ધોળકા સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કર્યું છે. નારાજ નગરસેવકોને કોઈ કોન્ટ્રાક્ટને લઈને તેઓની નગરપાલિકાના પ્રમુખ સાથે કઈ માથાકૂટ થઈ હતી.
કોઈ કોન્ટ્રાક્ટર સાથે આ તમામ લોકોને ઘર્ષણ પણ થયું હતું. કેટલાક લોકોનો દાવો છે કે નગરસેવકો પૈકીના એક બે નગરસેવકે આ કોન્ટ્રાક્ટર સાથે મારામારી પણ કરી હતી જેને લઈ અને ફરિયાદ નોંધાવાની જે વાત આવી છે તેને લઈ અને આ નારાજગી સામે આવી છે અને વાત રાજીનામા આપવાની તૈયારી સુધી પહોંચી છે.
આજે બેઠક બોલાવવામાં આવી છે. ધોળકા સર્કિટ હાઉસ ખાતે બેઠકની અંદર જે નારાજ નગરસેવકો છે એ તમામને બોલાવવામાં આવ્યા છે. નગરપાલિકાના પ્રમુખ પણ હાજર રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય કિરીટસિંહ ડાભી પણ પહોંચી રહ્યા હોવાની વાત મળી છે. નગરપાલિકાના પ્રમુખ સાણંદમાં કોઈ કાર્યક્રમમાં છે પૂરો થાય એટલે સર્કિટ હાઉસ પહોંચશે એ પ્રકારેની માહિતી આવી છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના મહામંત્રી પહોંચે તે પ્રકારેની પણ વાત આવી છે અને જે સમાધાની વલણ અપનાવાય તે વાત સામે આવી રહી છે. જો કે જો રાજીનામા આપવાના થશે તો કેટલા નગર નગરસેવકો રાજીનામા આપશે એવા પ્રશ્નના જવાબમાં ભારતીય જનતા પાર્ટીના એક ચૂટાયેલા નગરસેવકે જણાવ્યું હતું કે લગભગ લગભગ 10 થી 12 નગરસેવકો રાજીનામું આપી શકે છે.