Somnath Dada ના દર્શન કરવા ભક્તોને નહીં પડે મુશ્કેલી,મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય

Somnath Temple: દેશભરમાં શિવભક્તો માટે સૌથી મોટો તહેવાર આવતીકાલે છે, શિવરાત્રિ પર્વને લઇને હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની પૂજા અને અર્ચનાનું મહત્વ સમજાવવામાં આવ્યુ છે. ગુજરાતમાં આ પર્વને વધુ ઉત્સાહભેર ઉજવવા માટે સોમનાથ મહાદેવ મંદિર (Somnath Temple) દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આયોજનની તૈયારીઓને લઇને સમાચાર છે કે, સોમનાથ મંદિર (Somnath Temple) દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે, એટલું જ નહીં આવતીકાલે મહાશિવરાત્રી પર્વને લઇને સવારે 9.30 વાગ્યાથી પાલખીયાત્રા પણ નીકળશે.

સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે 42 કલાક ખુલ્લું રહેશે

સોમનાથ મંદિર (Somnath Temple) ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ અને ભક્તોને કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે 3 દિવસ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ બંધ રાખવામાં આવ્યો છે. સ્વચ્છતા માટે પણ પ્રથમ વખત અહીં મોટા પાયે સ્ટ્રાઈકિંગ ફોર્સ તૈયાર રાખવામાં આવી છે.આવતીકાલે સવારે 4 વાગ્યે મંદિર ભક્તો માટે ખુલી દેવામાં આવશે. મંદિરમાં સવારે વહેલા 7 વાગ્યે આરતી થશે અને બાદમાં 9.30 વાગ્યાથી પાલખીયાત્રા શરૂ કરવામાં આવશે.

મંદિરમાં સવારે વહેલા 7 વાગ્યે આરતી થશે

જૂનાગઢમાં આજથી 22થી 26 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢમાં ચાલશે. આ મેળઆમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની મૂશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ પ્રશાસને ખાસ તૈયારી કરી છે.આ શિવરાત્રી દરમિયાન ભવનાથની તળેટીમાં 5 દિવસીય મહા શિવરાત્રીનો મેળો યોજાશે.શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ નાગા સાધુઓ મૃગીકૂંડમાં સ્નાન કરવાની ખાસ પરંપરા છે.

Scroll to Top