Devayat Khavad: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે. ત્યારે દેવાયત ખવડ (Devayat Khavad) ને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે દેવાયત ખવડ (Devayat Khavad) ની ગાડી ઉપર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.જેના કારણે દેવાયત ખવડ (Devayat Khavad) ડાયરામાં સમય પહોંચ્યા ન હોવાની માહિતી સામે આવી છે.હવે સમગ્ર ઘટનાને લઈ દેવાયત ખવડ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.
દેવાયત ખવડે ખખડાવ્યા હાઇકોર્ટના દ્વારે
દેવાયત ખવડ (Devayat Khavad) મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચાંગોદર પોલીસ દેવાયત ખવડે (Devayat Khavad) ની ફરીયાદ ન નોંધતા ખવડ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. દેવાયત ખવડ (Devayat Khavad) ના વકીલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી એડવોકેટ આનંદ યાજ્ઞિકે દાખલ કરાવી હતી.થોડા દિવસ પહેલા દેવાયત ખવડ (Devayat Khavad) ની ગાડી મળી રહી નથી. જ્યારે ગાડી ન મળતા દેવાયત ખવડે (Devayat Khavad) હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
ન્યુઝ રૂમના ઈન્ટરવ્યુમાં ખવડે શું કહ્યું
દેવાયત ખવડે (Devayat Khavad) કહ્યું 5 દિવસ પહેલા તેમને મારૂ સંપર્ક કર્યો હતો. તેમની સાથે મળી તમામ પ્રકારની ચર્ચા કરી હતી. તેમની ઓફ્સમાં જઈ બધી વાત પૂર્ણ કરી હતી. આ તમામ ઘટનાના cctv પણ છે.ડ્રાઈવર કાના જાડેજા સાથે અમુક લોકોએ માર માર્યો હતો. આ લોકોએ બોટલથી ગાડીનો કાચ તોડ્યો હતો.હાજર લોકોએ ડ્રઈવર કાનાને મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ 20 તારીખની આસપોસ બન્યો હતો. આટલા દિવસો પછી પણ પોલીસે ફરીયાદ કેમ નોધી નહીં.તેમણે વધુમાં કહ્યું આખી ઘટના જાણી જોઈને થતી હોય છે. આયોજકોએ મીડિયાના માધ્યમ થકી 8 લાખ રૂપિયાનો પણ દાવો કર્યો હતો.આ આક્ષેપ પર દેવાયત ખવડે (Devayat Khavad) કહ્યું આ પૈસાનો કોઈપણ વીડિયો અથવા આના પૂરાવા સામે આવ્યા હોય તો જણાવો.