દેશભરમાં ડાયરા ગજવતા એ નામાંકિત કલાકાર એ Devayat Khavad છેલ્લા કેટલાક દિવસો થયા ખૂબ ચર્ચાઓમાં છે. ચર્ચાઓ તો ભૂતકાળથી શરૂ થઈ હતી આ કહાનીની કે છ મહિના પહેલા એ અમદાવાદની બાજુમાં આવેલા સનાથલ ગામના એ ભગવતસિંહ ચૌહાણના એ બાપુની પુણ્યતિથિમાં એ ડાયરા બાબતે તેમને જ્યારે બોલાવવામાં આવ્યા હતા. અને ટાઈમે ન પહોંચતા એ વિવાદ થયો હતો. વિવાદ પછી છ મહિના પછી એ સનાથલનો બદલો એ ગીરની અંદર દેવાયત ખવાડે લીધો છે.
આ પણ વાંચો – Devayat Khavad: ધ્રુવરાજસિંહે સામે શું કરવાની તૈયારી બતાવી?
આની ચર્ચાઓ અત્યારે ચારે કોર થઈ રહી છે કે Devayat Khavad એ ગીરમાં મોરે મોરો આપ્યો પણ દેવાયત ખવાડ એ અત્યારે ફરાર છે અને સાથે જેટલા 16 જેટલા એના સાથીઓ હતા એ તમામ અત્યારે ફરાર છે. હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે શું દેવાયત ખવાડ એ પોલીસ સાથે આ ઘટના કરતાં પહેલા સેટિંગ કર્યું હતું. પોલીસ સાથે તેમની મિત્રતા અને સાંઠગાંઠના નાતે તેમને સ્થળ ગીર પસંદ કર્યું. કેમ કે ગીર સોમનાથના SP મનોહરસિંહ જાડેજા એ પહેલા રાજકોટમાં ફરજ બજાવી ચૂક્યા છે અને મનોહરસિંહ જાડેજા એ દેવાયત ખવાડના ચાહક પણ માનવામાં આવે છે. હવે આ ફરિયાદ થઈ ચૂકી છે પણ શું કાયદો કાયદાનું કામ કરશે કે પછી કાયદામાં પણ દોસ્તી એ અધિકારીઓ નિભાવશે?



