Devayat Khavad: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે.ગઈલ કાલે મારામારી અને રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો.આ ઉપરાંત દેવાયત ખવડને ડ્રઈવરને માર માર્યો તથા તેની ગાડીને પણ નૂકશાન પહોંતાડ્યું હતું.આ સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે દેવાયત ખવડે વીડિયો જાહેર કરી જાણકારી આપી હતી.
દેવાયત ખવડે શું કહ્યું…
વીડિયો માઘ્યમ થકી દેવાયત ખવડે કહ્યું જે વીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી નો આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને આ વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું.જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.મે આયોજક પાસેથી પૈસા લીધા નથી.
વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી
બે મહિના પહેલા એમના ભત્રીજાના લગનમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી. ખાલી માત્રને માત્ર સંબંધમાં જે પણ મેં વિડીયો ફરતો જોઈ એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે આ ફિલ્ડમાં કે, ડાયરો લીધા પછી ક્યાં જાવું ક્યાં નો જાવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થાતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી. પહેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવાનમ્ર વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠ થી સાડા નવની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય સિયારામ.