Devayat Khavad: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે.ગઈલ કાલે મારામારી અને રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો.આ ઉપરાંત દેવાયત ખવડ (Devayat Khavad) ને ડ્રઈવરને માર માર્યો તથા તેની ગાડીને પણ નૂકશાન પહોંચાડ્યું હતું.આ સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે દેવાયત ખવડે (Devayat Khavad) વીડિયો જાહેર કરી જાણકારી આપી હતી.તેમણે પોલીસ પર અનેક આક્ષેપ કર્યા હતા.
પોલીસ તાત્કાલિક FIR નોંધીને કાર્યવાહી કરે:ખવડ
દેવાયત ખવડે વધુમાં જણાવ્યું કે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી છે અને રામ કાનજી ચૌહાણ, દ્રવરાજ અને તેમના ટોળકી વિરુદ્ધ અરજી કરી છે. તેમનો આરોપ છે કે પોલીસ FIR નોંધવામાં ઢીલ કરી રહી છે અને માત્ર અરજીની તપાસ કરવાનું જણાવી રહી છે. દેવાયત ખવડે (Devayat Khavad) ન્યાય માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, “હું ન્યાય માટે અપીલ કરું છું, પોલીસ તાત્કાલિક FIR નોંધીને કાર્યવાહી કરે.”
પોલીસે હજુ સુધી FIR નોંધી નથી
દેવાયત ખવડે (Devayat Khavad) મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બે ડાયરાના કાર્યક્રમ હતા. સનાથલના ડાયરામાં પબ્લિક ઓછું હોવાથી હું બીજા ડાયરામાં ગયો હતો. બાદમાં મારા ડ્રાઈવર કાના પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ કારના કાચ ફોડી નાખ્યા અને કાર જપ્ત કરી લીધી હતી. એટલું જ નહીં, કારમાં રાખેલા રૂ. 5 લાખ પણ લૂંટી લેવામાં આવ્યા હતા. અમે ચંગોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા હતા, પરંતુ પોલીસે હજુ સુધી FIR નોંધી નથી. તેથી આજે હું પોતે ફરિયાદ નોંધાવવા આવ્યો છું. ગાડી હજુ પણ આરોપીઓ પાસે જ જપ્ત છે.