Manmohan Singh Death: મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારકને લઈ ખડગેએ PMને લખ્યો પત્ર,જાણો શું કરી માંગ?

Manmohan Singh Death: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh Death) ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. દિલ્હીના કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), સીપીસી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખીને માંગ કરી છે કે, મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવામાં આવે.

અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવા માટે સરકાર સાથે વાતચીત કરી

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ નેતાઓએ ચર્ચા કરી છે કે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh Death) ને તેમના કદ મુજબ અંતિમ સંસ્કાર અને સ્મારક બનાવવા માટે યોગ્ય સ્થાન આપવામાં આવે. આ માટે પરિવાર સરકાર સાથે વાત કરી રહ્યું છે. કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેએ કહ્યું કે, ખડગે અને મનમોહન સિંહનો પરિવાર અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન (Manmohan Singh Death) સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

શક્તિસિંહજી ગોહિલે મનમોહન સિંહના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી

સમાનતા, સફળતા ને સાદગી ના પ્રતિક તેવા ભારતના અમૂલ્ય રત્ન શ્રી મનમોહનસિંઘ (Manmohan Singh Death) ને આપણે સદા માટે ગુમાવ્યા છે . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે . સદગત ને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ . આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરૂ છું.ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે શક્તિસિંહજી ગોહિલ પ્રદેશ સમિતિ વતી અને કાર્યકર્તાઓ વતી ડો મનમોહન સિંહના પાર્થિવ દેહ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Scroll to Top