Botad ના લાઠીચાર્જ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ

Botad

Botad જિલ્લાના હડદડ ગામમાં 12 ઓક્ટોબરના રોજ યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલી બબાલનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે હવે ગામના મુખ્ય આગેવાનોએ જેલમાં બંધ ખેડૂતોના સમર્થનમાં આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો – Hiralba Jadeja: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત આ ખેડૂત મહાપંચાયતમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. Botad ના હડદડ ગામની આ ઘટના બાદ કેટલાક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે. હડદડ ગામના મુખ્ય આગેવાનોએ આજે ભાગવત ગીતા સાથે આવેદનપત્ર આપી બોટાદ જિલ્લા કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (SP) સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, “ખેડૂતો પર થયેલી કાર્યવાહી અયોગ્ય છે, અને જો ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે.”

આવેદનપત્રમાં આગેવાનોએ જણાવ્યું કે, 12 ઓક્ટોબરના દિવસે બનેલી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ચેતવણી આપી છે કે, જો કોઈ પગલાં ન લેવાય તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. હાલમાં બોટાદ પોલીસ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. ગ્રામજનોમાં આ મુદ્દે તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે ખેડૂતોની સંસ્થાઓએ આવતી કાલે સહયોગી બેઠક બોલાવવાની શક્યતા દર્શાવી છે.

Scroll to Top