Virat Kohli આ તારીખથી રણજી ટ્રોફી રમશે, DDCA જાહેર કરી તારીખ

Virat Kohli: ભારતીય ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 10 વર્ષના લાંબા સમય બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. કોહલી 30 જાન્યુઆરીએ અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે રણજી ટ્રોફી (Ranji Trophy 2025) ની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચમાં દિલ્હી તરફથી રમતા જોવા મળશે. તેની વાપસી ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ અને રોમાંચક હશે.

વિરાટ કોહલી 30 જાન્યુઆરીએ રણજી ટ્રોફી રમશે

વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લે 2012માં રણજી ટ્રોફી રમ્યો હતો. સમયે વિરાટ ઉત્તર પ્રદેશ સામેની મેચમાં 14 અને 43 રન બનાવ્યા હતા. જો કે તે મેચમાં દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કોહલીનું સંપૂર્ણ ધ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર કેન્દ્રિત છે. પરંતુ તાજેતરના ટેસ્ટ ફોર્મની ટીકા વચ્ચે તેને તેના જૂના ફોર્મમાં પાછા લાવવા માટે સ્થાનિક ક્રિકેટમાં તેની વાપસી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન જારી

મળતી માહિતી અનુસાર વિરાટ કોહલી (Virat Kohli) ને રણજી ટ્રોફીમાં પરત લાવવાનો નિર્ણય દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના પ્રમુખ રોહન જેટલી સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો હતો. આગામી શ્રેણી માટે તેની ફિટનેસ અને આત્મવિશ્વાસ વધારવાની દિશામાં આ એક મોટું પગલું છે.વિરાટ કોહલી (Virat Kohli) ને સૌરાષ્ટ્ર સામેની રણજી મેચમાં રમવા માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ગરદનમાં તાણની સમસ્યાને કારણે તેની વાપસીમાં વિલંબ થયો હતો. હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં કોહલી 9 ઇનિંગ્સમાં 23.75ની એવરેજથી 190 રન બનાવ્યા હતા.જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે.

 

 

Scroll to Top