Delhi Aiims Hospital: અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત નાજુક, દિલ્હીની AIIMSમાં દાખલ

Delhi Aiims Hospital: અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. છોટા રાજનની સર્જરીના કારણે તેને દાખલ કરવામાં આવ્યો છે. રાજન જે હોસ્પિટલમાં દાખલ છે તે વોર્ડ દિલ્હી પોલીસ (delhi hospital) ની કડક સુરક્ષા હેઠળ છે. ડોક્ટરોએ કહ્યું રાજનને નાકની સર્જરી કરવામાં આવશે.ઓપરેશન બાદ ડોક્ટરોની સલાહ લેવામાં આવશે. જે બાદ તેને તિહાર લઈ જવામાં આવશે. રાજન વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. છોટા રાજનને વર્ષ 2001માં હોટેલિયરની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.

રાજનની 2015માં ઇન્ડોનેશિયાની પોલીસે બાલીમાં ધરપકડ કરી હતી

છોટા રાજનનું મૂળ નામ રાજેન્દ્ર સદાશિવ નિકાલજે છે. રાજનને 2015માં ઇન્ડોનેશિયાની પોલીસે બાલીમાં ધરપકડ કરી હતી.ધરપકડ પહેલા આ ગેંગસ્ટર લગભગ ત્રણ દાયકાથી ફરાર હતો.રાજન એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો જમણો હાથ હતો.છોટા રાજન પર ખંડણી, હત્યા, દાણચોરી અને ડ્રગ્સના ઘણા કેસ નોંધાયેલા છે. તેની સામે 70 થી વધુ જુદા જુદા કેસ નોંધાયેલા છે. આ જ કારણ છે કે તેના માટે જેલમાંથી બહાર આવવું અશક્ય છે.જો કે ગયા વર્ષે બોમ્બે હાઈકોર્ટે તેની આજીવન કેદને સ્થગિત કરી હતી અને તેને જામીન પર મુક્ત કર્યો હતો. આમ છતાં છોટા રાજન હજુ પણ અન્ય અનેક ગુનાઓના કેસમાં જેલમાં છે.

Scroll to Top