BJP National : ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકળએ લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ થઇ ચુક્યો હતો જોકે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જે.પી. નડ્ડાના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2020ના જાન્યુઆરી માસમાં જે.પી. નડ્ડા ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. હવે જયારે નવા અધ્યક્ષની પસંદગીને લઈને કોકડું ગૂંચવાયું છે કે ક્યારે નવા અધ્યક્ષ આવશે અને કોણ આવશે.
PM મોદીના નિવાસ્થાને સંગઠનને લઇ મળી મોટી બેઠક
ભારતીય જનતા પાર્ટી (BJP) માં હાલ એક ચર્ચા ચાલી રહી છે કે ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે. નવા આવનારા અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની નજીકના અને સંગઠન યોગ્ય રીતે ચલાવી શકે તેવી કુશળ વ્યક્તિને આ હોદ્દો આપવામાં આવશે. જેને લઈને આ કોકડું વધારે ગૂંચવાતા પીએમ મોદી ખુદ એક્ટિવ થયા છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આ અંગે તેમના નિવાસ્થાને એક બેઠક બોલાવી હતી જેમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને બીએલ સંતોષ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ નેતાઓએ ભાજપ (BJP) અધ્યક્ષની ચૂંટણીની રાહમાં રાજકીય અવરોધ બનેલા ઉત્તરાખંડ, ગુજરાત અને કર્ણાટક સહિત લગભગ એક ડઝન રાજ્યોની સંગઠનાત્મક ચૂંટણીઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી 2-3 દિવસોમાં લગભગ 6 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષઓની જાહેરાત થઈ શકે છે. આ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના નામ ફાઇનલ થયા બાદ જ આગામી અઠવાડિયે ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર પણ મહોર લાગી જશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નાડ્ડાનો કાર્યકાળ કેટલો રહ્યો
જે.પી.નડ્ડાના કાર્યકાલ દરમિયાન ભાજપે (BJP) અનેક સિદ્ધિઓ હાસિલ કરી છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને જમ્મુકાશમીરની ચૂંટણીના પરિણામોં તમામ લોકોની સામે છે. જે.પી. નડ્ડાએ જાન્યુઆરી 2020માં ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ સાંભળ્યો હતો. જોકે તેમની મુદત જાન્યુઆરી 2023માં પૂર્ણ થતી હતી. પરંતુ દેશમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને તેમને વધારોનો સમય આપવામાં આવ્યો અને તેનું પરિણામ પણ ભાજપ (BJP) ને સારું મળ્યું. જોકે હવે લોકસભા ચૂંટણીને લગભગ એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી ભાજપ (BJP) અધ્યક્ષના નામ પર કોઈ નિર્ણય નથી થઈ શક્યો.
કેમ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંભળ્યો મોરચો
થોડા દિવસ પહેલા ભાજપ (BJP) ની મળેલી સંસદીય સમિતિની બેઠકમાં જેપી નડ્ડાનો કાર્યકાળએ 40 દિવસનો વધારવામાં આવ્યો હતો. જોકે એ 40 દિવસનો સમય હવે પૂર્ણ થવામાં એક સપ્તાહ જ બાકી છે ત્યારે હવે વધારાનો સમય પણ ન આપવો પડે અને અધ્યક્ષની નિમણૂંક પણ થઈ જાય તે દિશામાં કામગીરી માટે વડાપ્રધાન મોદીએ મોરચો હવે સંભાળ્યો છે. જેના કારણે આગામી 2 દિવસમાં ગુજરાત, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,પશ્ચિમબંગાળ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, હરિયાણા અને હિમાચલના પ્રદેશ પમુખના નામની અંગે બુધવારે એક મેરેથોન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. એટલે કે હવે એક સપ્તાહની અંદર બાકી રહેલા તમામ પ્રદેશોના અધ્યક્ષ અને ત્યારબાદ તત્કાલ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંક પણ કરવામાં આવશે. જોકે આ પ્રક્રિયા 23 એપ્રિલ પહેલા પૂર્ણ કરવા માટે ભાજપ (BJP) નું રાષ્ટ્રીય સંગઠન હાલમાં તૈયારી કરી રહ્યું છે.
રાષ્ટ્રીય ભાજપની નવી ટિમ કેવી હોઈ શકે છે
ભાજપ (BJP) ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પણ બનશે તેના અધ્યક્ષ સ્થાને લોકસભા 2029ની ચૂંટણી લડવામાં આવશે એ વાત નક્કી છે. એટકે નવા આવનારા રાષ્ટ્રીય અધ્યક્ષ ના માત્ર અધ્યક્ષ પણ મજબૂત સંગઠન બનાવી વિજય અપાવનાર પણ હોવા જોઈએ. રાષ્ટ્રીય ભાજપ (BJP) ની ટિમ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સાથે સંગઠનને પણ આકાર આપવા માંગે છે. જોકે આ સંગઠનમાં સૌથી વધુ યુવાનોને સ્થાન આપવામાં આવશે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ સચિવ અને મહામંત્રીઓની ટીમમાં 50 % જેટલા યુવાનોને સ્થાન આપવામાં આવશે. જોકે બીજી તરફ રાષ્ટ્રીય સંગઠનમાં આ વર્ષે પણ ભાજપ (BJP) મહિલાઓને પ્રાધાન્ય આપીને સંગઠનમાં હોદ્દો આપશે જોકે બીજી તરફ સંસદીય બોર્ડમાં વરિષ્ઠ નેતાઓને જ સ્થાન આપવામાં આવશે એ વાત નક્કી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સામે સૌથી મોટા પડકારો
વર્ષ 2025, 2026, 2027, 2028 અને 2029 આ તમામ વર્ષોમાં આવનારી ચૂંટણીઓ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે એક પડકાર છે. જેમાં સૌથી પહેલા બિહાર, કેરળ, તામિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળ સાથે ગુજરાતની પણ વિધાનસભાની ચૂંટણીઓ આગામી 3 વર્ષમાં આવનાર છે અને આ દરેક ચૂંટણીઓ બાદ લોકસભાની ચૂંટણી આવશે જેની તૈયારીઓ પણ ભાજપે (BJP) અત્યારથી આરંભી છે. ભાજપે (BJP) અત્યાર સુધીમાં કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ક્યારેય સરકાર નથી બનાવી એટલે નવા અધ્યક્ષ માટે આ પણ એક પડકાર રહેવાનો છે. આમ નવા અધ્યક્ષ સામે સૌથી મોટો પડકારજનક રાજ્યોમાં જ લિટમસ ટેસ્ટ થશે. એટલા માટે ભાજપ (BJP) જેપી નડ્ડાના સ્થાને એક મજબૂત ચહેરાની શોધમાં છે, જેમને પાર્ટીની કમાન સોંપવાની છે.