Delhi News: દિલ્હીમાં ભાજપ સત્તામાં આવતા કેજરીવાલની મુશ્કેલી વધશે ? જાણો રીપોર્ટ

Delhi News: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે અને આમ આદમી પાર્ટીને કરારી શિકસ્તનો સામનો કરવો પડ્યો છે. હવે દિલ્હીમાં મુશ્કેલ ઘડી જો કોઈની હોય તો તે કેજરીવાલની છે. કારણ કે દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલ કેન્દ્રની ભાજપ સરકારે અનેક કેસ કરેલા હતા. જેમા કેજરીવાલને જેલમાં પણ રહેવુ પડ્યુ હતુ. હાલ પણ કેજરીવાલ (arvind kejriwal) જામીન પર બહાર છે. ઈડી- CBIની તેના પર લટક્તી તલવાર છે ત્યારે દિલ્હીમાં કરારી હાર બાદ કેજરીવાલ (arvind kejriwal) સામે કરવામાં આવેલા એ તમામ કેસ ફરી તેના માટે પડકાર ઉભા કરશે.

ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો

જો કે અહીં એ નોંધપાત્ર બાબત એ પણ છે કે જ્યારે દિલ્હીમાં ભાજપ સત્તામાં ન હતી તો પણ એક્સાઈઝ નીતિમાં કરાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મનિષ સિસોદિયા, સંજયસિંહ અને ખુદ અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) ને પણ જેલમાં જવુ પડ્યુ હતુ. ત્યારે હવે સત્તામાં આવતા જ ભાજપ એ તમામ કેસોની ઝીણવટપૂર્વક તપાસ કરાવશે અને તેનો ઈશારો ખુદ ગઈકાલે પીએમ મોદીએ કરી તેમની વિક્ટરી સ્પીચમાં કરી દીધો છે. તેમણે જણાવ્યુ કે હતુ કે વિધાનસભામાં પ્રથમ સત્રમાં જ CAGના રિપોર્ટને રજૂ કરવામાં આવશે. દિલ્હીમાં જીત બાદ ભાજપ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં મજબુત સ્થિતિમાં છે. આથી AAP સરકારની તમામ જૂની ફાઈલોની સમીક્ષા કરશે.

ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવામાં આવ્યો

આ કેસમાં કેજરીવાલ (arvind kejriwal) અને AAPના નેતાઓ પર દિલ્લી એક્સાઈઝ પોલિસી (દારૂ નીતિ)માં કથિત ભ્રષ્ટાચારનો આરોપ છે. આરોપ મુજબ, આ એક્સાઈઝ પોલિસી અંતર્ગત કેટલીક ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવામાં આવ્યો. ED અને CBIએ તપાસ શરૂ કરી અને માર્ચ 2024માં કેજરીવાલ (arvind kejriwal) ની ધરપકડ કરવામાં આવી અને તેઓને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

 

 

 

 

 

Scroll to Top