Delhi News: દેશના ખૂણે-ખૂણે ખાસ ઓળખ ધરાવતા પાક, સામાન અને કૌશલ્યને પ્રોત્સહાન આપવા માટે સરકારે GI ટેગ ધરાવતા ઉત્પાદનોને વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) GI રજિસ્ટ્રેશન ધરાવતા ઉત્પાદનોની સંખ્યા વર્ષ 2030 સુધી 605 થી વધારીને 10 હજાર સુધી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. પિયુષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે વર્ષ 2030 સુધી GI રજિસ્ટ્રેશનને 10 હજાર સુધી લઈ જવાના પ્રયાસની દેખરેખ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. આપણી આકાંક્ષા એવી હોવી જોઈએ કે,આવનાર પાંચ વર્ષોમાં આપણે GI ની વાત દરેક રાજ્ય અને દરેક જિલ્લા સુધી લઈ જઈ શકીએ.
પીયુષ ગોયલે કરી જાહેરાત
GI ઉત્પાદકો કોઈ ખાસ ભૌગોલિક વિસ્તારમાં પેદા થતાં કૃષિ, પ્રાકૃતિક અથવા માનવ નિર્મિત ઉત્પાદન હોય છે. સામાન્ય રીતે કોઈ ઉત્પાદન સાથે લાગેલો જીઆઈ ટેગ તેની ગુણવત્તા અને વિશેષતાને લઈને ગ્રાહકને આશ્વાસન પૂરૂ પાડે છે.પિયુષ ગોયલે (Piyush Goyal) GI સમાગમમાં કહ્યું કે, ‘આપણી પાસે આગળ વધવા માટે એક ખૂબ જ મહત્ત્વકાંક્ષી યોજના છે. અમે એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે, અમારી પાસે 10 હજાર જીઆઈ રજિસ્ટ્રેશન થવા જોઈએ.’
GI ટેગ 10 હજાર સુધી કરવાનો ટાર્ગેટ
વાણિજ્ય મંત્રીએ સરકારી ખરીદી પોર્ટલ GEM ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ ઉત્પાદનોનો પ્રચાર કરવાનું સૂચન કર્યું છે.આ વિશે વધુ વાત કરતાં ગોયલે જણાવ્યું હતું કે, સરકાર પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્કના કંટ્રોલર જનરલના ઓફિસના કર્મચારીઓને મજબૂત બનાવવા માટે વધુ લોકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ઓફિસમાં એક હજાર લોકો કામ કરવાના છે. જેમાંથી,500 લોકોને પહેલેથી જ નોકરી પર રાખી દેવાયા છે અને આવનારા એક અથવા બે વર્ષમાં 500 અન્ય લોકો જોડાશે.