Delhi Election 2025: દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે

Delhi Election 2025: વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજધાની દિલ્હી (Delhi) માં પણ ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. દિલ્હી (Delhi) માં 70 સભ્યોની વિધાનસભા માટે એક જ તબક્કામાં મતદાન થશે. દિલ્હી (Delhi) માં આવતા મહિને 5 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મત ગણતરી 8 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ થશે.રાજધાની દિલ્હી (Delhi) ના વિજ્ઞાન ભવનમાં આયોજિત પીસીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હી (Delhi) વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. 70 સભ્યોની વિધાનસભામાં 58 સામાન્ય વર્ગ માટે છે. જ્યારે 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

8 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થશે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, હાલમાં દિલ્હી (Delhi) માં 1.55 કરોડથી વધુ નોંધાયેલા મતદારો છે. જેમાં 83.49 લાખ પુરૂષ અને 71.74 લાખ મહિલા મતદારો છે.જ્યારે યુવા મતદારો (20 થી 21 વર્ષની વયના)ની સંખ્યા 28.89 લાખ છે. પ્રથમ વખત મતદાન કરવા પાત્ર યુવા મતદારોની સંખ્યા 2.08 લાખ છે.જ્યારે દિલ્હી (Delhi) માં 2,697 સ્થળોએ કુલ 13,033 મતદાન મથકો હશે અને તેમાંથી 210 મોડેલ મતદાન કેન્દ્રો હશે.

દિલ્હીની 70 બેઠકો પર થશે મતદાન

રાજધાની દિલ્હી(Delhi) માં 5 વર્ષ પહેલા 8 ફેબ્રુઆરીએ 2020 વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. જ્યારે મત ગણતરી 11 ફેબ્રુઆરીએ થઈ હતી.જેમાં આમ આદમી પાર્ટી (AAP)એ તમામ 70 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 62 બેઠકો જીતી હતી. ભાજપે 67 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા અને 8 બેઠકો જીતી. જો કે કોંગ્રેસ સતત બીજી વખત ખાતું પણ ખોલાવી શકી નથી.

Scroll to Top