Delhi assembly elaction: દિલ્હીમાં BJPની જીત સાથે આ 5 નામ મુખ્યમંત્રીના દાવેદાર

Delhi assembly elaction: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભાજપના કાર્યકરો દેશભરમાં ઢોલ વગાડીને ઉજવણી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષના દુષ્કાળને ખતમ કરીને જંગી બહુમતી સાથે દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે.જો ચૂંટણીના પરિણામો પણ એ જ દિશામાં જાય તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે ?

આ ચેહરા રેસમાં આગળ

સીએમ પદ માટે ચહેરાની પસંદગી કરવી એ ભાજપ માટે પડકારજનક નિર્ણય હશે, કારણ કે પાર્ટીમાં ઘણા મોટા નેતાઓ આ રેસમાં આગળ છે. જો કે ભાજપની ખાસિયત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સિવાય કોઈને અગાઉથી ખ્યાલ નથી કે કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.હવે ચૂંટણી પરિણામો બાદ સ્પષ્ટ થશે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે.

આ નામો આગળ

પ્રવેશ સાહિબ સિંહ વર્મા – ભાજપના અગ્રણી નેતા અને પ્રભાવશાળી ચહેરો.

મનોજ તિવારી – ઉત્તર-પૂર્વ દિલ્હીથી સતત ત્રીજી વખત સાંસદ.

સ્મૂતી ઈરાની – પૂર્વ સાંસદ અને અનૂભવી નેતા

બાંસુરી સ્વરાજ – નવી દિલ્હીના સાંસદ અને સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજના પુત્રી.

મીનાક્ષી લેખી – ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રભાવશાળી વક્તા.

 

Scroll to Top