DAP ખાતર ન મળતા ખેડુતો અને સરકાર સામ સામે

 

ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ તેમજ કમોસમી વરસાદને લઈને ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. ખેડૂતોએ વાવેતર કરેલા વિવિધ પાકો ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક રીતે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. રવિ પાકની વાવણી અગાઉ જ પાયાનું ખાતર એવા DAP ખાતરની અછત વર્તાઈ રહી છે જેના કારણે ખેડૂતોને ખાતર મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે.

ખાતર ન મળતા ખેડૂતોને ભારે નુકશાની

ઉપલેટા પંથકમાં ઘણા દિવસોથી DAP ખાતરની અછત વર્તાઈ રહી છે. એક તરફ ચોમાસુ પાક સદંતર નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે શિયાળુ પાક સારો થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યાં છે. પરંતુ ભારે વરસાદને લીધે આ વખતે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોઢામાંથી કોળિયો જાણે છિનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. બિયારણ, ખાતર, જંતુનાશક દવા ખરીદવાના નાણાં નથી તેમાં પણ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો હાલ મુશ્કેલી થઈ રહી છે.

ખેડૂતોને ખાતર મળે તેવી માંગ

ઉપલેટાના ખેડુત ભાવેશ બારૈયાએ કહ્યું કે, શિયાળુ પાકનું વાવેતર કરતા પહેલા ખેતરની અંદર DAP જે પાયાનું ખાતર નાખવામાં આવે છે, પરંતુ ઉપલેટા પંથકમાં ઘણા સમય થયાં ખાતર નહિ મળતા ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કઈ રીતે કરવું તે એક પ્રશ્ન છે. એક તરફ ચોમાસુ પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતો હવે શિયાળુ પાક ઉપર આશા રાખીને બેઠા છે તેવા સમયે જ ખાતરની ખૂબ જ ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.

મોઢામાંથી કોળિયો છીનવાયો

સહકારી મંડળીના મંત્રી નરોતમભાઈ ગજેરાએ કહ્યું કે, દિવાળી બાદ શિયાળુ પાકના વાવેતરનો સમય છે ત્યારે ખેડૂતોને ખાતર નથી રહ્યું જેથી ખેડૂતોને ખાતર માટે મંડળીઓમાં તથા પ્રાઈવેટ ખાતર ડેપોમાં ધક્કા ખાઈ રહ્યા છે. સભાસદોને ખાતર મળી ગયું છે. પરંતુ સભાસદ ન હોય એવા ખેડૂતો માટે પણ અમારી સંસ્થા દ્વારા ઉપર રજૂઆતો કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે, ટુંક સમયમાં જેવી રીતે ખાતરની જરૂરિયાત ઊભી થતી ગઈ છે તેમ તેમ પાયાના ખાતર DAP પણ ધીમે ધીમે ખેડૂતોને મળતા રહેશે.

Scroll to Top