Rajkot : કાગદડી ગામે રહેતા બે સગ્ગા ભાઈ કે જેઓ રાજકોટ ખાતે ગેરેજમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. રમેશ ડાગરેચીયા અને મહેશ ડાગરેચીયા બંને સાથે એક જ ગેરેજમાં કામ કરતા હતા. લગભગ 14 વર્ષ પહેલા રમેશભાઈની પત્ની સાથે અણબનાવ થતા બંનેના છૂટાછેડા થયા હતા અને ત્યારથી બંને ભાઈ એકલા રહેતા અને ગેરેજ નું કામ કરતા હતા. કાગદડી ગામ અને તેમના ગેરેજ નજીક મજૂરી અર્થે દાહોદ જિલ્લાના લોકોનો અવરોજાવરો રહેતો હતો. તેવામાં દાહોદના એક પરિવાર સાથે બંનેને સારા સંબંધો બંધાયા હતા. જેમાં દાહોદના લીમડી મુકામે રહેતા સુનિતાબેન અને પ્રવીણભાઈ એક દિવસ રમેશભાઈ ના ઘરે કાગદડી જાય છે અને કહે છે કે તમારા નાના ભાઈ મુકેશ માટે લગ્નની વાત લઈને આવ્યા છીએ. અને બંને ભાઈઓને છોકરી બતાવ્યા બાદ એવું કહ્યું કે તમારે અઢી લાખ રૂપિયા રોકડા અને અઢી કિલો જેટલું ચાંદી પણ આપવું પડશે અને આ વાત સાંભળતા જ રમેશ ભાઈએ આ વાત નકારી અને સાથે મુકેશએ પણ કહ્યું કે મને છોકરી નથી ગમતી… વાત અહીંયા પુરી ના થઇ કેમ કે આરોપીઓના ઈરાદાઓ કંઈક અલગ જ હતા. એટલે ફરી એક વાર બંને ભાઈઓને લગ્ન માટે વાત કરી પણ હવે બંને ભાઈઓને દાહોદ બોલાવ્યા…. જ્યાં લાલચ આપી કે બીજી એક છોકરી છે જેને તમે જોવા આવી શકો છો અને આ વખતે કોઈ રૂપિયાની વાત પણ ના થઇ… એટલે રાજકોટથી બંને ભાઈઓ 7 મેના રોજ દાહોદ જવા નીકળ્યા અને 8મેં ના રોજ દાહોદના લીમડી ખાતે પહોંચ્યા કે જ્યાં લગ્ન માટે બીજી એક યુવતી બતાવવાની વાત કરી હતી. લીમડીના એક ઘરે લઇ ગયા અને બંને ભાઈઓને ત્યાં ગોંધી રાખવામાં આવ્યા અને કહેવાયું કે 10 લાખ રૂપિયા નહી તો જાનથી મારી નાખવામાં આવશે… તેમ કહી બંને ભાઈઓને માર મારવામાં આવ્યો અને રમેશભાઈએ આ વાતની જાણ તેમના મોટા બહેનને કરવામાં આવી અને રાજકોટ રહેતા મોટા બહેનને રાજકોટ પોલીસને આ અંગે જાણ કરી અને આખી ઘટનાની જાણ પણ દાહોદ પોલીસને કરવામાં આવી. જેમાં કહેવાયું હતું કે દાહોદના ચાકલીયા નજીક રાજકોટના બે વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા છે અને રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી છે. અને રાજકોટના બંને યુવકને હથિયારો વડે માર પણ મારવામાં આવ્યો છે. જોકે દાહોદ પોલીસે તત્કાલ તાપસ હાથ ધારતા ઈજાગ્રસ્ત રમેશભાઈને ઢોર માર મારીને ચાકલીયા નજીક અવાવરું જગ્યામાં આવેલા ખેતર વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યા હતા જ્યાંથી દાહોદ પોલીસે તાપસ હાથ ધરી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા… જ્યાં રમેશ ભાઈના પરિવાર સાથે તેમને વિડિઓ કોલ મારફતે વાત પણ કરી અને પરિવારને પોતે શુરક્ષિત હોવાની વાત પણ જણાવી અને આખી આપવીતી જણાવતા જ દાહોદ પોલીસે આ ઘટનામાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી જેમાં સુનિતા, પ્રવીણ અને વિપુલ સહીત ચોથો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર હતો.
Crime Story : લગ્નના અભરખા હોય તો ચેતજો! યુવતી દેખાડવાની વાત કરી Rajkot ના યુવકને Dahod બોલાવ્યો અને..
