CR Patil એ Keshubapa નું અપમાન કર્યું! માફી માંગે નહિ તો….
VISAVADAR વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પસાર દરમિયાન CR Patilની સભા હતી. સભા દરમિયાન CR Patil એ નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2012, 2017 અને 2022 ની અંદર જે ભૂલ થઈ છે, તે ભૂલ ફરી એક વખત ન થાય તે માટેનો મોકો વિસાવદરની જનતાને મળ્યો છે.
આ નિવેદન બાદ સીઆર પાટીલની સામે ઈશુદાન ગઢવીએ મોર્ચો માંડ્યો છે. ઈશુદાન ગઢવીએ કહ્યું છે, કે ભાજપે કેશુબાપાનું અપમાન કર્યું છે. સી.આર. પાટીલ કેશુબાપાના અપમાન બદલ માફી માંગે નહીં તો વિસાવદરની જનતા આવા દિગ્ગજ નેતાના અપમાનનો બદલા લેશે.