CR Paatil: નેતાઓને કહ્યું, “ગમે તે કરો આ વખતે તો…”

Visavadar

આમ તો રાજ્યની અંદર અત્યારે બે પેટા ચૂંટણી છે. એક કડી અને બીજી વિસાવદર પણ સૌ કોઈની નજર અત્યારે વિસાવદર પર છે. વિસાવદરની સીટ એક ટોક ઓફ ધ ટાઉન એટલા માટે બની છે કેમ કે ભારતીય જનતા પાર્ટી આ સીટ કોઈપણ ભોગે જીતવા માંગે છે. આમ તો આ એક સીટ જીતવાથી ના તો કોઈ સરકાર બની જવાની છે કે ના તો સરકાર પડી જવાની છે. પણ ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ એટલા માટે વર્ચસ્વની લડાઈમાં પરિવર્તન થઈ છે કેમ કે 2012 પછી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી નથી શકી.

તમામ નેતાઓ અત્યારે વિસાવદરની બજારોમાં ઉતાર્યા છે એમાં CR Paatil એ તો ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં નામ વાંચી વાંચીને બધાના કામ સમજાવીને કહ્યું કે આ નેતાઓ તમારા ચૂંટણી પ્રચારમાં આવ્યા છે. તમારી મદદે આવ્યા છે એટલે તમે Kirit Patel ને જીતાડીને મોકલશો તો આ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપી થશે.

 આ પણ વાંચો – Visavadar: જનતા માટે કોણ આશાસ્પદ અને કોણ વિવાદાસ્પદ?

Scroll to Top