Kanpur Fire News : કાનપુરના ચમન ગંજ વિસ્તારમાં એક પાંચ માળની ઈમારતમાં રવિવારે મોડી રાતે ભીષણ આગી હતી. આગની ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યાં છે.
આઠ કલાક પ્રયાસ કર્યો પણ મૃતદેહ જ મળ્યા
માહિતી અનુસાર ચમન ગંજ વિસ્તારમાં આવેલા ગાંધીનગર ખાતે આવેલી પાંચ માળની ઈમારતના બેઝમેન્ટમાં સુઝ બનાવવાના કારખાનામાં રવિવારે 9-30 વાગ્યે આગ લાગી હતી. જેમાં પતિ-પત્ની અને ત્રણ બાળકના મોત નિપજ્યાં છે. 8 કલાક સુધી તેમને બચાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ છેવટે બધાના મૃતદેહ જ હાથ લાગ્યા હતા.
નીચે કારખાનું ઉપર પર માલિક રહેતા હતા
ડીસીપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે. હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઈમારતમાં ફસાયેલા છે પરંતુ જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલા જ પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ ઈમારતના નીચલા ફ્લોર પર શૂઝનું કારખાનું હતું અને કારખાનેદાર જ ઉપર રહેતા હતા.
આઠ કલાકે આગ કાબુમાં આવી
માહિતી મળતાં જ ચીફ ફાયર ઓફિસર દીપક શર્મા અનેક ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. મોડી રાત સુધી બસો મીટરના ત્રિજ્યાને સીલ કરીને અને આગ ઓલવીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈમારતમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે ફાયબ્રિગેડની 35થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સ્થિતિ 8 કલાકે કાબૂમાં આવી હતી.