Corona Update: ભારતમાં કોરોના વાયરસનો કહેર

Corona Update

Corona Update: Gujarat માં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં Kerala, Maharashtra, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે.  ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 46 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. હાલ અમદાવાદમાં કોરોનાના 163 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના મે મહિનામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો હતો. મે મહિનામાં જ અમદાવાદમાંથી કોરોનાના 230 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 56 દર્દીઓ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. હાલમાં 163 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

નિષ્ણાતોના મતે, ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ JN.1 ના ફેલાવાથી દેશમાં ચિંતા વધી છે, જે સૌપ્રથમ કેરળમાં જોવા મળ્યું હતું. તે જ સમયે, તે હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યું છે. આનાથી ચેપ દર વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કોરોનાનો આ JN.1 વેરિઅન્ટ પહેલાના અન્ય વાયરસ કરતા ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. આને કારણે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

  • માસ્ક પહેરો અને ભીડ ટાળો
  • હાથ ધોવાની આદત જાળવો
  • હળવા લક્ષણોને પણ અવગણશો નહીં

આ પણ વાંચો – Gondal: એલાન-એ-જંગ! ગ્રામ્ય પોલીસ સામે મહાસંમેલન


આ પણ વાંચો – Nitin Ranpariya: કોંગ્રેસે કર્યો મોટો ખેલ, AAP ની ચિંતા વધી

ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. 10 દિવસ પહેલા ફક્ત 257 હતા, જે હવે વધીને 3500 થી વધુ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 360 નવા કેસ નોંધાયા છે, જયારે બે લોકોના મોત પણ નોંધાયા છે. હાલમાં, સક્રિય દર્દીઓની સંખ્યા 3758 પર પહોંચી ગઈ છે અને પોઝિટિવિટી રેટમાં પણ થોડો વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 363 નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3758 થઈ ગઈ છે.

Scroll to Top