Corona in India: જુઓ કયા રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો?

Corona in India

Corona in India: કોરોનાએ ફરી એકવાર ભયનો માહોલ ઊભો કરી દીધો છે. દિલ્હી, હરિયાણા, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં દેશમાં 312 કોરોનાના સક્રિય કેસ છે. જેમાં Delhi માં 23, Haryana માં 5, Gujarat માં 33 અને Maharashtra માં 56 કોરોનાના કેસ નોંધાયા છે. Ahmedabad માં 20 નવા કેસ નોંધાયા હતા.

દેશભરમાં ફેલાતા કોરોનામાં એક New Variant જોવા મળ્યો છે. નવા વેરિઅન્ટ JN.1 અને તેના સબ-વેરિઅન્ટ LF7 અને NB1.8 ને નવા વેરિઅન્ટ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આ પ્રકાર કેટલો ખતરનાક છે તેના અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એશિયામાં કોરોનાના આ નવા પ્રકારના વેરિએન્ટના કેસોમાં વધારો થયો છે. બે મોટા એશિયન શહેરો હોંગકોંગ અને સિંગાપોરમાં તેના કેસ વધી રહ્યા છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન અનુસાર વાઈરસ હાલમાં ખૂબ જ સક્રિય છે.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ મોડ પર છે. આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સરકારે હોસ્પિટલોમાં બધાને માસ્ક પહેરવાની સૂચના આપી છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોના મેડિકલ ડિરેક્ટરો અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ્સને સૂચનો જારી કર્યા છે. આ અંતર્ગત, હોસ્પિટલોને પરીક્ષણ અને દેખરેખ વધારવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Diamond Worker: મંદીના માહોલમાં રાજ્ય સરકાર કરશે સહાયની જાહેરાત

આ પણ વાંચો – Gujarat OBC: ગુજરાતમાં પણ ઉઠ્યો વર્ગીકરણનો મુદ્દો!

 આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અને આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે સૂચના આપી છે. માસ્ક પહેરવું, હાથ ધોવું અને ભીડભાડવાળા સ્થળોએ સાવચેત રહેવું જરૂરી છે. વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે ખાસ સાવચેતી રાખવાની ભલામણ કરવામાં આવી છે. 

Scroll to Top