Demolition: રાજ્યમાં ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે હાલમાં માત્ર દ્વારકા જિલ્લામાં 200થી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે.જેને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો હતો.જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,આ નોટિસોને તાત્કાલિક ધોરણે પરત લેવામાં આવે.
ઈસુદાન ગઢવીએ ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી હતી કે, નોટિસોને તાત્કાલિક ધોરણે પરત લેવામાં આવે.દ્વારકા જિલ્લામાં આઝાદી પહેલાના ધાર્મિક સ્થળોને પણ નોટિસો આપીને તોડવાની તૈયારીઓ ચાલી રહી છે.દેશની ધરોહરનો નાશ કરવાનો આ કાર્યક્રમ કેમ ચલાવવામાં આવી રહ્યો છે? ગત વર્ષમાં અને આ વર્ષે જે પણ હજારો મંદિર તોડી પડાયા છે, તે મંદિરો તોડવા બદલ માફી માંગવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
મંદિરો તોડવા બદલ માફી માંગવામાં આવે
સરકારને સવાલ કરાતા લખ્યું શું હિન્દુઓ પાસે આ પ્રદેશમાં કોઈ હક નથી?સરકાર કોર્ટના આદેશને સામે કરે છે પરંતુ કોર્ટના આ આદેશ પર સરકાર આટલી સક્રિય છે તો શું કોર્ટના અન્ય નિર્ણયો પર પણ સરકાર આ ઝડપે જ અમલ કરશે? શું ભ્રષ્ટાચાર બેરોજગારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓના જે ચુકાદાઓ છે તે પણ સરકાર આ ઝડપે લાગુ કરશે? ઉદ્યોગપતિઓને આપેલી જમીનનો, સુવિધાઓ અને પર્યાવરણને નુકસાન કરતી સંસ્થાઓને લાભો અને ધાર્મિક સ્થળો પર બુલડોઝર, શું આ ન્યાયસંગત છે?