Jayesh Raddiya: જેતપુરમાં વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તેમાં પહેલા વિઠ્ઠલભાઈ રાદડિયા અને હવે જયેશ રાદડિયાનું એકતરફી રાજકારણ ચાલતું હતું. પરંતુ આ વર્ષ જેતપુર નગરપાલીકાની ચૂંટણીમાં ભાજપે જયેશ રાદડિયા (Jayesh Raddiya) ના નજીકના નેતાને મેન્ડટ ન આપતા વિવાદ થયો હતો. આ વિવાદમાં કોંગ્રેસ નેતા મનહર પટેલ જયેશ રાદડિયાને ખુલ્લો પત્ર લખી વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કર્યા હતા.
મનહર પટેલનો જયેશ રાદડિયાને લખ્યો ખુલ્લો પત્ર
મનહર પટેલ ખુલ્લો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, મને યાદ છે અને સાક્ષી પણ છું કે વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોના કોરા મેન્ડેન્ટ મંગાવતા અને ખુદ ઉમેદવાર પસંદ કરતા હતા….આ હતો કોંગ્રેસમાં વિઠ્ઠલ રાદડિયાનો સમય હતો. પરંતુ વર્તમાનમાં ભાજપાના જયેશ રાદડિયા (Jayesh Raddiya) પોતાના બે ઉમેદવારોને ટિકિટ પણ અપાવી શકતા નથી. સ્ટેજ પરથી મોટા માટા ભાષણ કરી કે માયકાંગલાઓને નેતા ન બનાવોની સુફયાણી વાતો કરે છે.
2019 માં પોરબંદરના લોકસભાના ઉમેદવારમાં આપનુ ન ચાલ્યુ
તેમને ઉદાહરણ આપતા કહ્યું 2019માં પોરબંદરના લોકસભાના ઉમેદવારમાં આપનુ ન ચાલ્યુ.જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં ન ચાલ્યુ.આ બંને કિસ્સામાં કમલમના રાજકીય સંકેત પડ્યા છે,અને આવનાર સમયમાં જેતપુર વિભાનસભાના ઉમેદવારમાંથી પણ આપને હાથ ધોવાનો સમય આવી શકે તેમ છે.મારી વાત સકારાત્મક લેશો… સમય છે પાછા વળો ફાયદામાં રહેશે.