Delhi Election Congress: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જન ખડગે, સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધીના નામ સામેલ છે. આ સિવાય કોંગ્રેસ (Congress) શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. કૉંગ્રેસ (Congress) ના સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાત કૉંગ્રેસ (Congress) ના નેતા જિગ્નેશ મેવાણીનું નામ પણ સામેલ છે.
રાષ્ટ્રીય પ્રવક્તાઓનો પણ સમાવેશ કર્યો
વર્તમાન સીએમ, ડેપ્યુટી સીએમ, પૂર્વ સીએમ, રાજ્યસભા અને લોકસભાના સાંસદો, પૂર્વ સાંસદો ઉપરાંત, કોંગ્રેસે તેના પ્રચારકોની યાદીમાં તેના રાષ્ટ્રીય પ્રવક્તાઓનો પણ સમાવેશ કર્યો છે જેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. આ સિવાય સંદીપ દીક્ષિત, દિલ્હી PCC ચીફ દેવેન્દ્ર યાદવ અને સુપ્રિયા શ્રીનેતના નામ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે.
એપ્રેન્ટિસશીપ તરીકે દર મહિને 8500 રૂપિયા આપશે
કોંગ્રેસે (Congress) AAP સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ આ વખતે તે એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ (Congress) ને અહીં તેના ઈન્ડિયા ગઠબંધનના સહયોગીઓનું સમર્થન મળતું હોય તેવું લાગતું નથી. તેમના મોટાભાગના ઘટક પક્ષો AAPના સમર્થનમાં જોવા મળે છે. કેટલાક પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યું છે.કોંગ્રેસે (Congress) દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જાહેરાત કરી છે કે જો તે સરકાર બનાવશે, તો તેઓ બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશીપ તરીકે દર મહિને 8500 રૂપિયા આપશે. રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ (Congress) ના નેતા સચિન પાયલટે રાજધાની દિલ્હીમાં આ જાહેરાત કરી હતી.