Congressમાં નવા – જૂનીના સંકેત, અચાનક તમામ જીલ્લા પ્રમુખોને રાહુલ ગાંધીનું તેડું

Congress News : સતત અનેક ચૂંટણીમાં હાર્યા બાદ હવે કોંગ્રેસ પોતાના સંગઠનને મજબુત કરવા માટે રણનીતિ ઘડી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ દ્વારા દેશના 700 જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો સાથે 3 દિવસની બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક 27-28 માર્ચ અને 3 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાશે.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ નવું માળખું અમલમાં મુકવાનો છે. કોંગ્રેસે આગામી ચૂંટણીમાં નિમ્ન સ્તરથી મજબૂત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

ગુજરાતમાં Congress પાઈલોટ પ્રોજેક્ટ થશે લાગુ

મહત્વનું છે કે, 16 વર્ષ બાદ જીલ્લા પ્રમુખની આ પ્રકારની મીટિંગ કરવામાં આવશે, મહત્વનું છે કે, વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે. ત્યારે મહત્વનું છે કે, ઉમેદવારોની વરણીમાં જીલ્લા પ્રમુખની ભૂમિકા મહત્વની હોય છે. તાજેતરમાં કોંગ્રેસની મહાસચિવો અને પ્રભારીની મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા જયરામ નરેશે જણાવ્યું છે કે, તમામ જીલ્લા પ્રમુખોની મીટિંગથી જીલ્લા એકમો સશક્ત બનશે. પાયાના સ્તરે પાર્ટીની તાકાત વધશે.

Congress ગુજરાત બાદ અન્ય રાજ્યમાં પાઈલોટ પ્રોજેક્ટ થશે લાગુ

સુત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આગામી ચૂંટણી પહેલા એક્શનમાં આવી ગઈ છે. જો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન કરે તો આ પાઈલોટ પ્રોજેક્ટ અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક ફેરફાર કરી પાયાનું માળખું મજબૂત કરવામાં આવી રહ્યું છે. ત્યારે જીલ્લા પ્રમુખોની મીટિંગ કોંગ્રેસના ભાવિને વધુ મજબૂત કરવાના પ્રયાસ કરશે.આ કારણોસર પાયાના કાર્યકરોમાં નવી ઊર્જાનો સંચાર થશે.

Congress ના નિશાને ગુજરાત

છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ છે અને મોદી – શાહ આખાય દેશમાં ગુજરાત મોડેલના આધારે ચૂંટણી લડવામાં આવે ત્યારે જો ગુજરાતમાં કોંગ્રેસ ગાબડું પાડવામાં સફળ રહે તો, ભાજપને મજબૂત ટક્કર આપી શકાય અને રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થિતિ મજબુત થાય. વધુમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓનું જન્મસ્થળ છે. આ નેતાઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને કોંગ્રેસનો પાયો મજબૂત બનાવ્યો હતો.

મહત્વનું છે કે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેર વિસ્તારોમાં પરંપરાગત વોટબેંક છે. આદિવાસી વિસ્તારોમાં પણ મજબૂત વોટબેંક છે. વર્ષ 2017માં કોંગ્રેસ 77 બેઠકો જીતી હતી, જો કોંગ્રેસ ધારતી તો સામ, દામ દંડ અને ભેદની મદદથી સરકાર બનાવી શકતી હતી. જો કે, વર્ષ 2022માં માત્ર 17 બેઠકો જીતી. ત્યારે જો વોટબેંકમાં 5-10 ટકાનો વધારો થાય કોંગ્રેસ ગુજરાતમાં સતા પરિવર્તન કરી શકે તેમ છે ત્યારે તાજેતરની રાહુલ ગાંધીની મુલાકાત અત્યંત
સુચક હતી.

Scroll to Top