Manmohan Singh Death: મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સરકાર અને વિપક્ષ સામ સામે, જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ

Manmohan Singh Death: દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ (Manmohan Singh) ના આજે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ પીએમનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર સ્થળને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul gandhi) સહિત અનેક વિપક્ષી દળોએ રાજઘાટ પર પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર ન થવા પર નારાજગી વ્યક્ત કરી અને તેને ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh) નું અપમાન ગણાવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul gandhi) એ X પર પોસ્ટ કરતા કહ્યું કે વર્તમાન સરકારે દેશના મહાન પુત્ર અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) નું આજે નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરીને તેમનું અપમાન કર્યું છે. તેઓ એક દાયકા સુધી દેશના વડાપ્રધાન હતા. તેમના સમય દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો હતો.

પૂર્વ પીએમ સર્વોચ્ચ સન્માન અને સમાધિના હકદાર

રાહુલ ગાંધી (Rahul gandhi) એ વધુમાં કહ્યું અત્યાર સુધી તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોની ગરિમાને માન આપીને, તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિસ્થળોમાં કરવામાં આવ્યા હતા જેથી દરેક વ્યક્તિ કોઈપણ અસુવિધા વિના શ્રદ્ધાંજલિ આપી શકે. પૂર્વ પીએમ સર્વોચ્ચ સન્માન અને સમાધિના હકદાર છે. દેશના આ મહાન સપૂત અને તેના ગૌરવશાળી સમુદાય પ્રત્યે સરકારે આદર દાખવવો જોઈતો હતો.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું આ સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છું.શીખ સમુદાયમાંથી આવેલા ડો. મનમોહન સિંહ (Manmohan Singh) ના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર 1000 વાર જમીન પણ આપી શકતા નથી.

મનમોહન સિંહનો નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

ભૂતપૂર્વ વડા પ્રધાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી સવારે 9 વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યા હતો. જ્યાં પક્ષના નેતાઓ અને કાર્યકરો તેમની અંતિમ દર્શન કરવા રાહ જોઈ રહ્યા હતા. સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી (Rahul gandhi) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પાર્ટીના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મનમોહન સિંહ (Manmohan Singh) ના પત્ની ગુરશરણ કૌર અને તેમના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોંગ્રેસ મુખ્યાલયમાં હાજર હતા. ગુરશરન કૌરે પણ તેમના પતિને ફૂલ અર્પણ કરીને વિદાય આપી હતી. મનમોહન સિંહના પરિવારને સાંત્વના આપતા રાહુલ ગાંધી પાર્ટી હેડક્વાર્ટરમાં આવ્યા હતા.

 

Scroll to Top