ગુજરાતમાં શું Congress ની અંદર બે ફાટા પડી ગયા છે. વિસાવદર અને કડી વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી છે. પરંતુ સૌ કોઈની સમક્ષ ચર્ચાય છે Visavadar. કેમ કે ત્યાં ગોપાલ ઇટાલિયા મેદાને છે. ગોપાલ ઇટાલિયા બે ચાર દિવસથી નહીં પરંતુ છેલ્લા બે મહિનાથી વિસાવદરમાં પ્રચાર કરી રહ્યા છે. હવે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું નામાંકન પત્ર ભરવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી સહિતના તમામ લોકો ગુજરાત આવ્યા હતા. ત્યારે કેજરીવાલે કોંગ્રેસની સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુજરાતની અંદર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને કામ કરે છે. કોંગ્રેસ ભાજપની બી ટીમ છે.
આ સાંભળતાની સાથે જ જીગ્નેશ મેવાણીએ વળતો પ્રહાર કર્યો છે. Jignesh Mevani એ સીધે સીધું જ Arvind Kejriwal ને સંભળાવી દીધું કે ભાઈ તમે ચાર દિવસ માટે ગુજરાત આવો છો. ગુજરાતના લોકોને ગેર માર્ગે દોરો છો. ગુજરાત કોંગ્રેસ પાસે પાયાના કાર્યકર્તાઓ છે. એ આ ભારતીય જનતા પાર્ટીની સામે લડે છે. શું કહ્યું વધુમાં તેમણે સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: ગોપાલ ઈટાલિયા આક્રમક, કેજરીવાલનું મોટું નિવેદન
જીગ્નેશ મેવાણીએ ઉગ્રતાની સાથે બોલ્યા પરંતુ એ કોંગ્રેસને ગમ્યું ખરા? જીગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે ચાર ફૂટેલી કારતૂસ… આ બાબત એમને ગમશે ખરા! જીગ્નેશ મેવાણીએ કયા અંદાજની અંદર અરવિંદ કેજરીવાલને આખો એ વળતો જવાબ આપ્યો અને ગુજરાત કોંગ્રેસના સંગઠનને શું કહ્યું એ પણ સાંભળો.