– મહીસાગરમાં IAS નેહા કુમારી વિરુદ્ધ કોંગ્રેસનું આંદોલન
– દલિત યુવકને અસંવૈધાનિક શબ્દો બોલવાનો હતો આરોપ
– IAS નેહા કુમારીને લઇ થયો હતો વિવાદ
ગુજરાતમાં કોંગ્રેસ (congress) એક્શન મોડમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલા મહિસાગર(mahisagar) જિલ્લાના IAS અધિકારીએ સ્વાગત ક્રાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સમાજના લોકો પોતાના સવાલો લઈને આવ્યા હતા. તેમા દલિત સમાજના યુવકને ખોટા અને અસંવૈધાનિક શબ્દો બોલી યુવકનું અપમાન કર્યું હતું. જેને લઈને જીગ્નેશ મેવાણી(jigneshmevani) એ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
મહીસાગરમાં IAS નેહા કુમારી વિરુદ્ધ કોંગ્રેસનું આંદોલન
મહીસાગર જીલ્લામાં આજે કોંગ્રેસે IAS નેહા કુમારી વિરુદ્ધ આંદોલન કર્યું હતું. પરંતુ રેલીને પરમીશન નામંજૂર થતાં બાલાસિનોર બસ સ્ટેન્ડ પાસે ડૉ.બાબા સાહેબ આંબેકરજીની પ્રતિમાં પાસે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, તામિલનાડુના સાંસદ શશીકાંત સેંથિલ, કોંગ્રેસ પાર્ટીના CWC સદસ્ય પૂર્વ IAS સદસ્ય પૂર્વ IAS કે. રાજુ, અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લિલોથીયા સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ હાજર રહ્યા હતા.
નેહા કુમારીની ટિપ્પણીથી ગરમાયો હતો માહોલ
કોંગ્રેસના આંદોલનમાં સ્થાનિક લોકો સહિત મોટી સંખ્યામાં દલિત અને આદિવાસી લોકો હાજર રહ્યા હતા. તમામ લોકો નેહા કુમારીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. દલિત યુવક સામે અસંવૈધાનિક શબ્દો બોલવાના કારણે દલિત સમાજ નારાજ થયો હતો.