Congress:ગુજરાત કોંગ્રેસે (Congress) આજે ગાંધીનગરમાં અદાણી-મોદી ભાઈ ભાઈ દેશની કમાણી અદાણીમાં સમાણી ભારે સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા આગેવાનોએ રેલી સ્વરૂપે દેખાવો કર્યા હતો.રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. મોંઘવારી અને બેરોજગારીએ માઝા મુકી છે. જ્યારે રાજ્યમાં નકલીની ભરમાર ફાટી નીકળી છે. શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જાય છે. ખેડૂતો દિનપ્રતિદિન દેવાદાર બની રહ્યા છે, રાજ્યના નાગરીકોને પ્રશાસન જેવો કોઈ અહેસાસ થતો નથી. માટે રાજ્યના નાગરીકોના હિતમાં કોંગ્રેસ (Congress) પક્ષનું પ્રતિનિધિ મંડળ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું.
રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું
રાજ્યમાં નકલીઓની મૌસમ ચાલી રહ્યા છે. PMO અને CMOના અધિકારીઓ નકલી,નકલી ઈડી,નકલી IAS, નકલી કોર્ટ, નકલી સરકારી વકીલ, નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલનાકા, નકલી પોલીસ, નકલી દવા-દારૂ, નકલી ડોકટરો, નકલી દસ્તાવેજોથી જમીનોના વેચાણ વગેરે કિસ્સાઓ સામે દિનપ્રતિદિન વધતાં જાય છે. રાજ્યમાં પોન્જી સ્કીમોના નામે કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે તાજેતરમાં ૬૦૦૦ કરોડ કરતા વધુનું BZ સોલ્યુશનના નામે એકના ડબલ અને ત્રણ ગણા પૈસા કરનારા સાથે ભાજપ સરકારનો સીધો સંબંધ ધરાવે છે.
રાજ્યમાં નકલીઓની મૌસમ
રાજ્યમાં અને દેશમાં મોંઘવારી અને બેરોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મોદી સરકારે મિત્રો માટે રૂ.12.30 લાખ કરોડની માંડવાળ કરી દીધી છે. બીજીબાજુ ગુજરાત સહિત દેશના ખેડૂતો સતત દેવાદાર થતા જાય છે. મોંઘા બિયારણ, વીજળી, દવા, ખાતર અને સિંચાઈના કારણે ખેડૂતો દેવું કરવા મજબુર બન્યા છે. અને ગુજરાતના ખેડૂતોને પાક બચાવવા ખર્ચને પહોંચી વળવા માટે ત્રણ વર્ષમાં રૂ.3.64 લાખ કરોડની લોન લેવાની ફરજ પડી છે.રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે.
રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે
આ વિરોધ પ્રદર્શનમાં અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ડૉ. પ્રભા તાવિયાડ, એ.આઈ.સી.સીના સંયુક્ત મંત્રી નિલેશ પટેલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, કાંતિભાઈ ખરાડી,દિનેશભાઈ ઠાકોર હાજર રહ્યા હતા.