અતિવૃષ્ટિમાં થયેલી ખેતીપાકોની નુકશાની અને ઇકો સેંસીટીવ ઝોનને લઈને આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજુલાના આંબેડકરના સ્ટેચ્યુ સામે ધરણા પ્રદશન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને થતા અન્યાય અને ઇકો સેંસીટીવ ઝોન મુદ્દે આંદોલનની શરૂઆત કરી હતી. સરકાર પાસેથી જવાબ નહીં મળતા આજે ફરી રાજુલા ખાતે ધરણા પ્રદશન યોજેલ હતું. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, ટીકુભાઈ વરું, ડી.કે.રૈયાની સહિતના રાજુલા જાફરાબાદના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સરકાર સામે ધરણા અને આંદોલન કરવામાં આવ્યા
ઇકો સેંસીટીવ ઝોન મુદ્દે આંદોલનની શરૂઆત થતા સમગ્ર જીલ્લાના કોંગ્રેસના કાર્યકરતા અને આગેવાનો ભેગા થઈ ધરણા કરી રાજુલા પ્રાંત કલેકટરને આવેદનપત્ર મારફતે ખેતી પાક નુકશાની સહાય અને ઇકો સેન્સીટીવ ઝોનના કાળા કાયદાનો વિરોધ કરીને સરકાર સામે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 21 જીલ્લામાં ખેડુત સહાય પેકેઝ જાહેર કર્યું હતું. પરંતુ અમરેલીના ખેડુતોને આ પેકેઝથી અળગા રાખવામાં આવ્યા હતા. તેથી સમગ્ર જીલ્લાના કોંગ્રેસના આગેવાનો અને ખેડુતો અહીં આંદોલન કરી રહ્યા છીએ.જાફરાબાદ અને ખાંભા તાલુકાના ગામડાને ઇકો સેંસીટીવ ઝોનમાં ખોટી રીતે સમાવેશ કરવામાં આવ્યા તની સામે ધરણા અને આંદોલન કરી મામલદારને રજૂઆત કરવામાં આવી છે.
મામલદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
સરાકાર સામે આક્ષેપ કરતા કહ્યું કે ખેડુત સહાય પેકેઝ ક્યારે જાહેર કરવામાં આવશે તેવી માંગ પણ કરીશે. શિયાળુ પાકની વાવણી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ખેડુતોને પાક ઉગાડવા માટે પાપનું ખાતર ડીએપી પણ ખેડૂતોને મળતું નથી. ખેડુતોની માંગ ક્યારે સાંભળવામાં આવશે. આ ઉપરાંત આ જીલ્લામાંથી સાંસદ અને ધારાસભ્ય ભાજપના હોવા છતા ખેડુતો સાથે અન્યાન થઈ રહ્યો છે.