Mahakumbh મચેલી નાસભાગમાં ગુજરાતી લોકોની સ્થિતિ અંગે આવ્યુ મોટું અપડેટ

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મૌની અમાવસ્યાનાા દિવસે સાધુ સંતો સહિત અનેક ભક્તિો સંગમમાં શાહી સ્નાન કરવાના હતા. પરંતુ વહેલી સવારે નાસભાગ થતા 17 થી વધુ લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે.આ સમગ્ર ઘટના ભીડ ઘાટ પર બેઠેલા લોકો પર ધસી આવી જતા મોટી ઘટના સર્જાય હતા.પરંતુ આ ઘટનામાં એકપણ ગુજરાતી વ્યકિત ઘાયલ થયા નથી.

તમામ ગુજરાતી સલામત

આ મહાકુંભમાં દેશી વિદેશના લોકો મેળામાં આસ્થાની ડુબકી લગાવવા આવતા હોય છે. આ સાથે સાથે દરેક રાજ્યમાંથી પણ ભાવિકો સ્નાન કરવા જતા હોય છે. જ્યારે આ મહાકુંભમાં ગુજરાતીઓ પણ આસ્થાની ડુંબકી લગાવી હતી.પરંતુ મળતી માહિતી અનુસાર કુંભમેળામાં તમામ ગુજરાતીઓ સહી સલામત છે. પ્રયાગરજથી મળતા અહેવાલ પ્રમાણે એકપણ ગુજરાતી યાત્રિઓ ઈજાગ્રસ્ત થયા નથી.તમામ ગુજરાતીઓ ગુજરાતી પેવેલિયનમાં સલામત છે

મેળાના સંગમ કાંઠે ભાગદોડમાં 17 લોકના મોતની આંશકા

મૌની અમાવસ્યા નિમિત્તે મંગળવારે વહેલી સવારથી શાહી સ્નાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન આ ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, અચાનક મહિલા ભીડમાં શ્વાસ ઘુટાવવાથી બેભાન થઇ જતા ભીડે બેરેકેટ તોડી ઘાટ પર બેઠેલા લોકો પર ચઢી ગયો હતો.જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને 17 થી વધુના મોતની પણ આશંકા છે.આ ઘટના બાદ સંગમના કિનારે નાસભાગ મચી હતી.આ નાસભાગ બાદ તમામ અખાડાઓએ અમૃતમાં સ્નાન કરવાનો ઇનકાર કરી દીધો હતો.આ ઉપરાંત તમામ અખાડાઓના સંતોએ અમૃત સ્નાન કરવાની ના પાડી દીધી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રી મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે અકસ્માત બાદ અખાડાઓ અમૃતસ્નાન કરશે નહીં.

 

 

 

Scroll to Top