લ્યો બોલો..દિવ્યાંગ બાળકો બતાવ્યો રસ્તો

ગુજરાતીમાં કહેવાય છે ને કે ભગવાને દરેક માણસને કંઈક આવડત આપી હોય છે. તે જ પ્રમાણે અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલ બ્લાઇન્ડ પીપલ એસોસિએશન દ્વારા અમદાવાદ રાઉન્ડ ટેબલ અને લેડીઝ સર્કલે દ્વારા 23 માર્ચના રોજ કારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અંદાજિત 75 જેટલી કારે ભાગ લીધો હતો.

દિવ્યાંગ બાળકોને બતાવ્યો રસ્તો

સામાન્ય રીતે કાર રેલીની અંદર જે પોતાની આંખોથી જોઈ શકે તે જ કાર ચલાવી શકતા હોય છે. પરંતુ આ કાર રેલી એક અલગ જ પ્રકારની હતી. જેની અંદર કાર ચલાવનાર સશક્ત વ્યક્તિ હતા. પરંતુ તે કાર ચાલકને રસ્તો બતાવનાર દિવ્યાં ગ ભાઈ બહેનો હતા. જેમાં દિવ્યાંગ ભાઈ બહેનો ડ્રાઇવરની બાજુમાં બેસીને તેઓ પોતાનું નેવિગેટર તરીકે કામ કર્યું હતું. તેમને બ્રેઇન નકશામાંથી દૃષ્ટિહિન ડ્રાઇવરોને રૂટ બતાવ્યો હતો.

75 કારે લીધો ભાગ

અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલ બ્લાઇન્ડ પીપલ એસોસિએશન થી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ દ્વારા લીલી ચંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રેલી ની અંદર અલગ અલગ 72 કાર્ય ભાગ લીધો હતો. સમય ગતિ અને અંતર માપવા માટે ડ્રાઇવર કૌશલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે આ સમગ્ર રૂટ બ્રેઈલમાં હતો. આ એક અસાધન પરિસ્થિતિ ઉદ્ભવી હતી બ્લેન્ડ પીપલ એસોસિએશન દ્વારા દર વર્ષે આ પ્રકારની કારેલનું આયોજન કરવામાં આવે છે.

વિજેતા થયેલ ભાઈ બહેનોને ઇનામ

બ્લાઇન્ડ પીપલ એસોસિએશન દ્વારા આ રેલી અંતર્ગત જે દિવ્યાંગ લોકો છે તેમની ક્ષમતાઓ તેમજ દૃષ્ટિ લોકોની દુનિયા વિશે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાગ લીધેલ દિવ્યાંગ ભાઈ બહેનોએ આનંદ લીધો હતો.જે પણ દિવ્યાંગ ભાઈ બહેનો વિજેતા થયા હતા.તેમને ઇનામ પણ આપવામાં આવ્યું હતું.જેમાં રોકડ પુરસ્કાર સાથે પણ આ દિવ્યાંગ ભાઈ બહેનોને આપવામાં આવ્યા હતા.

Scroll to Top