ઉત્તર પ્રદેશના વારણસીમાં 19 વર્ષીય યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે 29 માર્ચે તેનો બોયફ્રેન્ડ તેને લઇન મલદહિયાના એક હુક્કાબારમાં લઇને ગયો હતો. ત્યાં તેના બીજા મિત્રો પણ હતા. તેમાંથી બે યુવક યુવતીના પરિચિત હતી. બાકીના લોકોને તે જાણતી નહતી.
હુક્કાબારમાં સાતેય યુવતીને નશાયુક્ત પીણું પીવડાવી કુકર્મ આચર્યું હતું. 7 દિવસ સુધી તેઓ હુક્કાબારથી લઈને અલગ-અલગ હોટલમાં યુવતી સાથે ગેંગરેપ કરતા રહ્યા. લાલપુર-પાંડેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હુકુલગંજની રહેવાસી યુવતી 29 માર્ચથી ગુમ હતી. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 4થી એપ્રિલે યુવતી મળી આવી.
યુવતીની મેડિકલ તપાસ કરાવવાની સાથે પોલીસે હુકુલગંજ અને લલ્લાપુરામાંથી છ યુવકોને કસ્ટડીમાં લીધા હતા. જેમાં લલ્લાપુરાનો રહેવાસી યુવતીનો બોયફ્રેન્ડ અને હુક્કાબારનો સંચાલક પણ સામેલ છે. DCP વરુણા ઝોન ચંદ્રકાંત મીણાએ જણાવ્યું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને 6 યુવકોની અટકાયત કરવામાં આવી છે. તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. કથિત હુક્કાબાર અને સંબંધિત હોટલના સીસીટીવી કેમેરા દ્વારા અન્ય યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે.
4 એપ્રિલના રોજ યુવતીની ગુમ થવાની ફિરાયદ નોંધવામાં આવી હતી. જ્યારે યુવકોને આ વાતની જાણ થઈ તો તેઓએ યુવતીને પાંડેપુરમાં છોડી દીધી. આ પછી તે તેના પરિવારના સભ્યો સાથે 4 એપ્રિલે જ લાલપુર-પાંડેપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાંથી તે પરિવાર સાથે ઘરે પરત ફર્યો હતો. ડીસીપીએ કહ્યું કે જે દિવસે બાળકી મળી તે દિવસે કોઈ આરોપ લગાવવામાં આવ્યા ન હતા. એક દિવસ પછી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
16 પોલીસકર્મી સસ્પેન્ડ
દરમિયાન, વારાણસીમાં નાઇટ પેટ્રોલિંગમાં બેદરકારી પોલીસ કર્મચારીઓને મોંઘી પડી કારણ કે પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે 11 સબ-ઇન્સ્પેક્ટર સહિત 16 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.
છેલ્લા ઘણા દિવસોથી, પોલીસ કમિશનરને નાઇટ ડ્યુટી દરમિયાન બેદરકારીની ફરિયાદો મળી રહી હતી, જેના પછી તેમણે એક ટીમ બનાવી હતી. ટીમને 16 પોલીસકર્મીઓ ગેરહાજર જોવા મળ્યા હતા, ત્યારબાદ ફરજમાં બેદરકારી બદલ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.