Cold Weather: ગુજરાતમાં આ તારીખે ઠંડી સાથે માવઠુ, ડિસેમ્બર મહિનાના અંતમાં રેકોર્ડ બ્રેક ઠંડી

સમગ્ર રાજ્યમાં ભયંકર ઠંડી (Cold) ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હજી વધુ ઠંડી (Cold) પડવાની આશંકા વ્યકત કરી છે. જ્યારે અગામી દિવસોમાં ઠંડી (Cold) ના જોરમાં સતત વધારો થવાની સંભાવના રહેલી છે.દર વર્ષ કરતા આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક ઠંડી (Cold) પડવાની સંભાવના રહેલી છે.

પરેશ ગોસ્વામીએ ઠંડીની વચ્ચે માવઠાની પણ આગાહી

ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા ચારથી પાંચ દિવસમાં સતત ઠંડી (Cold) નો વધારો થઈ રહ્યો છે.જ્યારે રાજ્યના લોકોને અગામી દિવસોમાં ઠંડી (Cold) થી રાહતના સમાચાર નથી.ગુજરાતના પ્રખ્યાત હવામાન જાણકાર પરેશ ગોસ્વામીએ ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરેશ ગોસ્વામીએ ઠંડી (Cold) ની વચ્ચે માવઠાની પણ આગાહી કરી છે. આ ઉપરાંત આ વર્ષ રાજ્યમાં રેકોર્ડતોડ ઠંડી (Cold) પડવાની સંભાવના રહેલી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી કે આ વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં ખુબ ઠંડી (Cold) પડવાની છે. જ્યારે જાન્યુઆરીમાં ઠંડી સ્થિર થઈ જશે.આ બધાના વચ્ચે ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડી (Cold) નુ મોજ ચાલુ રહેશે.રાજ્યમાં પાંચથી છ દિવસમાં શીતલહેર પ્રસરી રહી છે. તથા ગુજરાતમાં રાત્રે અને દિવસે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. નલિયાની સાથે સાથે અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારો ઠંડાગાર થયા છે.

 

હિલ સ્ટેશનમાં બરફની ચાદર ફરી વળી

ગુજરાતમાં નજીકના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઈનસ ત્રણ ડિગ્રી તાપમામ નોંધાયું હતું. આ વિસ્તારમાં ચારેય તરફ બરફની ચાદર ફરી વળી હતી. માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ પર બરફની ચાદર છવાી ગઈ હતી. પ્રવાસાઓમાં ઠંડી (Cold) પડતા ઠુંઠવાયા હતા. જ્યારે પ્રવાસીઓ પણ કાતિલ ઠંડી (Cold) માં ઠુંઠવાતા તાપણા કરીને ઠંડી (Cold) થી રાહત મેળવી રહ્યા છે.

Scroll to Top