wether update: જગતના તાત પર ચિંતાના વાદળો, રાજ્યમાં આ તારીખે માવઠાની આગાહી

રાજ્યમાં ઠંડી (cold) નો માહોલ બરાબર જામ્યો છે. શિયાળા ઋતુમાં આ વખતે ડિસેમ્બરમાં ફરી એકવાર માવઠાને લઇને સમાચારો સામે આવ્યા છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું (rain) થશે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં 26 થી 28 ડિસેમ્બર સુધી માવઠુ (rain) થશે.

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું સંકટ

રાજ્યમાં કડકડતી ઠંડી (cold) વચ્ચે માવઠા (rain) નું સંકટ તોળાયુ છે. રાજ્યમાં અત્યારે ડિસેમ્બરની ઠંડી (rain) થી લોકો ઠૂંઠવાયા છે, ત્યારે વધુ એક આફત આવશે. હવામાન આગાહીકારોના મતે, આગામી 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠેર ઠેર માવઠું (rain) થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, 26 ડિસેમ્બરે રાજ્યમાં કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે, આ ઉપરાંત 26 ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ ખાબકી શકે છે. આગામી 27 ડિસેમ્બરે પણ કચ્છ, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠુ (rain) થશે. 28 ડિસેમ્બરે ફરી એકવાર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડી (cold) વચ્ચે વરસાદી માહોલ રહેશે. જો ગુજરાતમાં અચાનક આ માવઠુ (rain) થશે તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે. ઉભો પાકને મોટુ નુકસાન પહોંચી શકે છે.

નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડી (cold) નો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડી (cold) થી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડી (cold) નું પ્રમાણ સતત વધી રહ્યું છે, નલિયામાં ઠંડી (cold) નો પારો 8 ડિગ્રી નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડી (cold) નો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજુ પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.

Scroll to Top