Manipur News: મણિપુર હિંસા માટે સીએમ બિરેન સિંહે (Biren Singh) માફી માંગી છે. તેમણે વર્ષ 2024ને કમનસીબીથી ભરેલું ગણાવ્યું છે. સીએમ બિરેન સિંહે (Biren Singh) કહ્યું કે તેઓ 3 મે 2023થી સમગ્ર રાજ્યમાં હિંસા ફાટી નિકળી હતી. આ હિંસાના કારણે ખુબ જ તણાવ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. લગભગ બે વર્ષના સમયગાળા દરમિયાન અનેક લોકોના મોત થયા હતા. મણીપુરના બે મોટા સમુદાય વચ્ચે થતી હિંસાના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આખું વર્ષ કમનસીબીથી ભરેલું રહ્યું
સીએમ બિરેન સિંહે (Biren Singh) કહ્યું આ આખું વર્ષ ખુબ જ દુર્ભાગ્યપણ રહ્યું છે. 3 મે 2023 થી આજ સુધી રાજ્યની જનતાની માફી માંગુ છું. રાજ્યના અનેક લોકોએ પોતાના પ્રિયજનો તથા સગા વાહલાને ગુમાવ્યા છે. કેટલાઈ બધા લોકો પોતાના ઘર છોડવા મુજબર બન્યા છે.છેલ્લા 3 થી 4 મહિનાનીથી રાજ્યમાં જે શાંતિ જોઈ રહ્યો છું. તેવીજ શાંતિ 2025માં જળવાઈ રહે અને શાંતિ પુન:સ્થાપિત થાઈ તેવી આશા રાખું છે. રાજ્યના તમામ સમુદ્દાયોને અપીલ કરવા માંગુ છે કે ભૂતકાળમાં જે થયું તે થયું પરંતુ આવનારા વર્ષોમાં આવું ન થવું જોઈએ તેવી આશા રાખું છું. તેમણે વધુમાં કહ્યું ભૂતકાળને ભૂલીને શાંતિપૂર્ણ મણિપુર માટે સાથે મળીને નવું જીવન ચાલુ કરવું પડશે.
625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
અત્યાર સુધીમાં કુલ 200 લોકો માર્યા ગયા છે અને લગભગ 12,247 એફઆઈઆર નોંધવામાં આવી છે. જ્યારે 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિસ્ફોટકો પર્દાથ સહિત લગભગ 5,600 હથિયારો અને લગભગ 35,000 દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પર્યાપ્ત પુરવઠો પૂરો પાડ્યો છે. સુરક્ષા કર્મચારીઓ અને વિસ્થાપિત પરિવારોને મદદ કરવા અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે નવા મકાનો બાંધવા માટે પૂરતું ભંડોળ પણ આપ્યું છે.