cm bhupendra patel announced new development works amid by poll election in
Visavadar By Poll | વર્ષ 2022મા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વિસાવદર-ભેસાણ વિધાનસભા બેઠક પર AAP ઉમેદવાર ભુપત ભાયાણી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. એકાદ વર્ષના સમયગાળામાં તેમણે ધારાસભ્ય પદ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી છે. હવે હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં કરેલી ચૂંટણી પિટિશન પરત ખેંચતા પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. જોકે, આગામી પેટા ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી.
વિસાવદર (Visavadar) ની પેટા ચૂંટણી (By-Poll) ની જાહેરાત વગર આમ આદમી પાર્ટી (AAP)એ તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયા (Gopal Italia)નું નામ જાહેર કર્યું છે. ગોપાલ ઇટાલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે, જેમણે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ (BJP)અને કોંગ્રેસે (Congress) હજુ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. ગોપાલ ઇટાલીયા સક્રિય થતાં ભાજપે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. છેલ્લા બે વર્ષથી ધારાસભ્ય વિહોણી વિસાવદર-ભેસાણ વિધાનસભા બેઠક પર ઘણા વિકાસ કામો અધૂરા રહ્યા હતા. વિસાવદર માર્કેટ યાર્ડ (Visavadar Marketing Yard) ખાતેથી મુખ્યમંત્રી (CM Bhupendra Patel)ના હસ્તે વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને 94 કરોડના કામોની ભેટ આપી હતી.
આ તકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે સરકાર વિકાસ માટે જોઈએ એટલા નાણા આપશે. સ્થાનિક ટીમ સંકલન કરીને નવા વિકાસ કામોની પણ દરખાસ્ત મોકલી આપે. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં રૂપિયા 634 કરોડથી વધુના નવા કામોની જાહેરાત કરી હતી. 94 કરોડના ઇ-ખાતમુહુર્ત અને લોકાર્પણ સહિત વિકાસ કાર્યોની ભેટ આપી હતી. રાજ્યમાં થઈ રહેલા નવા વિકાસ કામોની બાબતો સહિત મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ ચરિતાર્થ થશે તેમ પણ જણાવ્યું હતું.
જોકે, ભૂપત ભાયાણીને હજુ પણ આત્મવિશ્વાસ છે કે તેમને ટિકિટ મળશે. આ વખતે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર થાય ત્યારે ત્રિપાંખીયો જંગ સંભવત જોવા મળી શકે છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલીયાને મેદાને ઉતાર્યા છે. હવે તેલ અને તેલની ધાર જોયા બાદ ભાજપ અને કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર કરે તેવી પૂરી શક્યતા છે. પરંતુ અગાઉ AAP-કોંગ્રેસ સમર્થનની જાહેરાત મુજબ વિસાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ APP ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને સમર્થન કરી શકે છે. તેવી જ રીતે કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે, તેમાં AAP કોંગ્રેસનું સમર્થન કરી શકે છે.