Gir Somnath – પોલીસ અને વિમલ ચુડાસમા વચ્ચે મોટું ઘર્ષણ, ધારાસભ્યની અટકાયત વચ્ચે…

Gir Somnath – ગુજરાતભરમાં ગેરકાયદે બનાવેલા મકાનનો દૂર કરવાની કાર્યવાહીની ઝુંબેશ શરૂ છે. ત્યારે ગીર સોમનાથમાં ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યાં હતા. આ સમયે દબાણ હટાવવા પહોંચેલી ટીમનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાં પણ જોડાયા હતા. સ્થાનિક શ્રમજીવીઓ અને ધારાસભ્ય રસ્તા પર સૂઈ ગયા હતા. પોલીસે તમામની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ અગાઉ નોટિસ આપી હોવાનો પોલીસે દાવો કર્યો છે.

Scroll to Top