Gondal Controversy: Alpesh Kathiriya અને Ganesh Gondal ના સમર્થકો વચ્ચે મોટું ઘર્ષણ,સરદાર ચોકમાં મોટી બબાલ

clash between supporters of Alpesh Kathiriya and Ganesh Gondal

Gondal Controversy: ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વચ્ચેના શાબ્દિક યુધ્ધ બાદ સામાજિક અને રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. ત્રણ દિવસ પહેલા સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ ‘એક વાર ગોંડલ આવી બતાવો..’નો પડકાર ફેંક્યા બાદ ‘હું ગોંડલ આવું છું’ની પોસ્ટ મુકીને આજે સવારે ગોંડલ આવી પહોચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ, ધામક માલવીયાના કાફલાને ગણેશ જાડેજાના સમર્થકોનો જબરો વિરોધ સહેવો પડયો હતો.

અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલ આશાપુરા ચોકડીએ પહોંચ્યો ત્યારે તેની સાથે યુદ્ધ એજ કલ્યાણ ગૃપનાં લોકો જોડાયા હતા. પરંતુ અલ્પેશ કથીરિયાને આશાપુરા ચોકડી પર ગણેશનાં સમર્થકોનો ભારે સામનો કરવો પડયો હતો. પોલીસનો બંદોબસ્ત હોવા છતા સમર્થકોએ અલ્પેશ કથીરિયાની ગાડી રેકી હાય..હાય..નાં સુત્રોચારો સાથે હલ્લાબોલ કરી મુકતા પોલીસે મહામહેનતે કાફલાને કોર્ડન કરી આશાપુરા મંદિરે પહોચાડયા હતા.

આ દરમિયાન અલ્પેશ કથીરિયાની કાર સહિત અન્ય ગાડીઓનાં કાચ ફોડાયા હતા અને પથ્થરબાજી પણ થઇ હતી, જેથી પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. જેતપુર રોડ પર ત્રણ ખુણીયાએ ગણેશનાં સમર્થકો પણ પહોચી જતા માહોલ ગરમાયો હતો અને ઝપાઝપીની ઘટના પણ બની હતી. બાદમાં ગોંડલ ફરવાનો પ્રવાસ ટુંકાવી અલ્પેશ કથીરિયા સહિતનો કાફલો ખોડલધામ જવા રવાના થયો હતો. જ્યાં બપોરે દર્શન કરીને તેઓ રાજકોટ-સુરત જવા રવાના થઇ જતાં પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. આજે ત્રણ કલાક ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું.



WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top