Gandhinagar News: થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલ કે,જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં.આ પત્રના વિરોધમાં અને ગુજરાતમાં સરકાર આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન: બહાલ અંગે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને યુવા નેતા યુવરાજ સિંહે (yuvraj singh) ગાંધીનગરમાં આંદોલન કરતા સમયે પોલીસે ધરપકડ કરી હતી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટા માંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિ થી વંચિત રહી શકે છે.
ગાંધીનગરમાં મામલો મેદાને
આ પરિપત્રની અગાઉ જ જે સંસ્થાઓ એ vacant ક્વોટા માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે (ડિપ્લોમા, ડીગ્રી, ફાર્મસી, નર્સિંગ…..) આ બધા વિદ્યાર્થીઓ જેને vacant ક્વોટામાં પ્રવેશ મળ્યો છે. એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે. જેને કારણે અનુસૂચિત જનજાતિ ની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા vacant ક્વોટામાં પ્રવેશ પણ આપી દીધી છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે, તો હવે આ વિદ્યાર્થીઓને જો ફ્રીશિપ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોય તો તે શિષ્યવૃત્તિ થી વંચિત કઈ રીતે રહી શકે ? એટલે રાજ્ય સરકારનો આ જે અણધડ નિર્ણય છે તે તાત્કાલીક પાછો ખેંચવો જોઈએ.
50000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત
રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પરિપત્ર તાત્કાલીક રદ્દ કરે જેથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકાય.જો રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર 10 દિવસમાં પાછો ખેંચવામાં નહીં આવે, તો અમારા દ્વારા આદિવાસી વિસ્તારોમાં જઈને આ તુઘલગી નિર્ણય સામે જનજાગૃતિ કરીશું. વિદ્યાર્થીઓને આ બાબતમાં માહિતગાર કરી બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો પણ કરવામાં આવશે.