ભાજપની ચંદા દો,ધંધા લોની નિતિ વધુ એકવાર ખુલી પડી છે. રાજકીય પક્ષોને 2023-24માં અપાયેલા દાનની જાહેર થયેલી વિગતોમાં ભાજપને દેશમાં 2243.95 કરોડનું દાન મળ્યું છે. માત્ર ગુજરાતમાંથી જ 1373 કોર્પોરેટ-વ્યાપારી સંસ્થાઓ અને 736 વ્યક્તિ દ્વારા 401.98 કરોડનું દાન મળ્યું છે.
આ દાતાઓની વિગતો ચકાસતા મોટાભાગનું દાન આપનારા રાજકોટમાં મનપા પાસેથી કરોડો રૂપિયાનો ઊંચા ભાવના કોન્ટ્રાક્ટ મેળવનારા છે. આ કોન્ટ્રાક્ટ આપવા મનપાના શાસકોએ કેટલાક કેસમાં વહીવટ થયાની શંકા જન્મે તેવા નિર્ણયો પણ લીધા છે. જોકે, આ અગાઉ કોંગ્રેસે ઘણા વખતભાજપની આ નિતિ અંગે સવાલ કર્યા હતા.
(01) સૌથી વધુ રકમનું દાન પવન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 8 વખતમાં કૂલ 65 લાખ રૂપિયાનું ડોનેશન ભાજપને આ એક જ વર્ષમાં આપ્યું છે. રાજકોટમાં અગાઉ અનેક કામો ઉપરાંત ગત બે માસમાં જ પવન કન્સ્ટ્રક્શનનું 74.40. કરોડ રૂપિયાનું 6.30 ટકા ઊંચા ભાવ (આશરે 2 કરોડ રૂપિયા ઓન) વેસ્ટ ઝોનમાં રસ્તાના કામનું ટેન્ડર મંજૂર કરાયું છે. 9 માસ પછી મનપાની ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતી હોવા છતાં આ વર્ષ પૂરતું કામ આપવાને બદલે આગામી વર્ષનું કામ એક સાથે આપી દેવાયું છે.
(02) આ જ રીતે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને વાટાઘાટોના નામ પર બોલાવીને 12 ટકા ઊંચા ભાવથી 104.33 કરોડ રૂપિયાના રસ્તા કામનું ટેન્ડક બે વર્ષ સુધીનું આપી દેવાયું છે. ક્લાસિક દ્વારા આ વર્ષમાં 5.11 લાખનું દાન અપાયું છે.
(03) આ બે માસમાં કાલાવડ રોડ પર આઈકોનિક બ્રિજનું 167 કરોડ રૂપિયાનું કામ બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અને ગાવર કન્સ્ટ્રક્શન લિ.ને જોઇન્ટમાં આપ્યું છે. અહીં ભ્રષ્ટાચારની શંકા એટલે જન્મી કે અગાઉ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો 1100 કરોડનો વર્તમાન ખર્ચ થાય છે તેથી 4 ગણા ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે એક જ પેઢીને કામ આપવા સીંગલ એજન્સીની શરત રાખી કોન્ટ્રાક્ટની લ્હાણી થઈ હતી, ત્યારે અહીં આ શરત પડતી મૂકીને જોઈન્ટમાં કામ આપ્યું. બેકબોને આ એક વર્ષમાં ભાજપને 14,26,652 રૂપિયાનું ડોનેશન આપ્યું છે.
(04) આ ઉપરાંત હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રા.લિ. નામથી ભાજપને લાખોનું દાન થયું છે. મનપાની સ્થાયી સમિતિએ સપ્ટેમ્બર-2024માં ટેન્ડરમાં દેખીતી શંકાસ્પદ વહીવટ કરીને હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રા.લિ.ને 51.81 ટકાના ઊંચા ભાવે 10.82 કરોડ રૂપિયાનું પાઈપલાઈનનું કામ મંજૂર કરાયું હતું. આ માટે વારંવાર ટેન્ડરો બહાર પડ્યા અને અગાઉ 40 ટકા, 46 ટકા ઊંચા ભાવે કામ નહીં આપીને વધુ ઓનથી કામ આપ્યું.
(05) રાજકોટની કેએસડી કન્સ્ટ્રક્શને ભાજપને આ વર્ષમાં 18.94 લાખનું ડોનેશન આપ્યું છે. મનપામાં તપાસ કરતાં કે.એસ.ડી. કન્સ્ટ્રક્શનને ગત બે માસમાં 8.85 કરોડ રૂપિયાનું કામ આપ્યું છે.
(06) અરમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ 55 ટકા ઊંચા ભાવથી 3.56 કરોડનું કામ અપાયું હતું. આ નામથી ભાજપને 1.27 લાખનું દાન મળ્યું છે.
(07) મહાનગર પાલિકામાં આઉટ સોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનું કામ મેળવનારા એમ. જે. સોલંકી તેમજ ડી. જે. નાકરાણીએ એક લાખ રૂપિયાનું દાન ભાજપને આપ્યું છે.
રાજકોટમાં મુખ્યત્વે કોન્ટ્રાક્ટરો જેમણે રૂ.1 લાખથી વધુ દાન ભાજપને આપ્યું છે તેની વિગત
01. પવન કન્સ્ટ્રક્શન રૂ.65 લાખ
02. કેએસડી કન્સ્ટ્રક્શન રૂ.18 લાખ
03. બેકબોન કન્સ્ટ્રક્શન 14.24 લાખ.
04. હાઈ બોન્ડ ઈન્ફ્ર પ્રા.લિ. રૂ.5,93, 942
05. ક્લાસિક નેટવર્ક પ્રા,લિ.રૂ.5,11,000
06. એમ.જે.સોલંકી રૂ.1 લાખ
07. ડી.જી.નાકરાણી રૂ.1 લાખ
08. દોશી ઈલેક્ટ્રીક એન્જી.કંપની રૂ .3,36,૫80
09. વિનય ઈન્ફ્રાટેક પ્રા.લિ. રૂ.15,50,000
10. મારુતિનંદન કન્સ્ટ્રક્શને રૂ.6,00,000
11. બાલાજી કન્સ્ટ્રક્શન રૂ. 1,90,000
12.પાયોનિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની રૂ. 3,43,000
13.રામ કન્સ્ટ્રક્શન દ્વારા રૂ.1,75,000
14.આર.કે.કન્સ્ટ્રક્શન રૂ. 3,69,000
15.કીએટીવ કન્સ્ટ્રક્શન કંપની રૂ. 2,44,000
16. શ્રીજી દેવકોન ઈન્ડિયા પ્રા.લિ. રૂ. 5,00,000
17. હર્ષદ કન્સ્ટ્રક્શન નામથી રૂ. 24,97,061
18. મુકેશ માણેકચંદ શેઠ રૂ. 2 લાખ
19. નરેન્દ્ર એમ.પટેલ રૂ. 5,02,000
20. અરમાન ઈન્ફ્રાસ્ટ્રકચર રૂ. 1,27,512
21. સિધ્ધનાથ કન્સ્ટ્રક્શન રૂ.2,50,000
22. બ્રિક સ્ટોન રૂ.1,16,500
23. શ્રી સદ્દગુરુ ડેવલપર્સ રૂ.2,12,000
24. જિતેન્દ્ર ઈક્વપમેન્ટ રૂ .1,12,850