Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટી માહિતી સામે આવી રહી છે. પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની યજમાની છીનવાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજુ સુધી પાકિસ્તાનના 3 સ્ટેડિયમનું કામ પૂર્ણ થયું નથી. આ સ્ટેડિયમોનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માટે પાકિસ્તાનના 3 સ્ટેડિયમનું નિર્માણ કાર્ય ઓગસ્ટ 2024 માં શરૂ થયું હતું, તે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ સામે આવેલી તસવીરો પાકિસ્તાન અને PCBની ગેરવહીવટ બતાવવા માટે પૂરતી છે.
પાકિસ્તાનના 3 સ્ટેડિયમનું કામ પૂર્ણ થયું નથી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ ખરાબ વ્યવસ્થાઓનો ભોગ બનવું પડી શકે છે. તેથી એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની યજમાની ગુમાવવી પડી શકે છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં માત્ર 35 દિવસ બાકી છે. પરંતુ તે પહેલા પાડોશી દેશમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે.
આઈસીસીના અધિકારીઓ આ સ્ટેડિયમોની સમીક્ષા કરશે
એવું માનવામાં આવે છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઈ જાય છે તો સંયુક્ત આરબ અમીરાત (UAE)ને તેની યજમાની કરવાની તક મળી શકે છે. જો કે આ પહેલા ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ સંજોગોમાં સ્ટેડિયમના અધૂરા કામો 25 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાના રહેશે. આ પછી આઈસીસીના અધિકારીઓ આ સ્ટેડિયમોની સમીક્ષા કરશે. ત્યારપછી તે પોતાના રિપોર્ટમાં જણાવશે કે સ્ટેડિયમ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે કે નહીં…