Champions Trophy 2025: પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ પડ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર યોજાશે

આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાહેરાત કરી છે કે હવે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે. ભારત પોતાની બધી મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. ICCએ પણ સ્પષ્ટ કર્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) ફેબ્રુઆરી અને માર્ચ મહિના વચ્ચે રમાશે. ભારતીય ટીમ તેની તમામ મેચો પાકિસ્તાન (Pakistan) માં નહીં પરંતુ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો પણ પાકિસ્તાન (Pakistan) માં નહીં થાય.

આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાશે

હાઇબ્રિડ મોડલ માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) માં જ નહીં, પરંતુ 2027 સુધી યોજાનારી દરેક ટૂર્નામેન્ટમાં લાગુ થશે. આ અંતર્ગત પાકિસ્તાની (Pakistan) ટીમ ભારતમાં યોજાનારી ICC ટૂર્નામેન્ટ માટે તટસ્થ સ્થળોએ તેની મેચ રમશે. મહિલા ODI વર્લ્ડ કપ 2025માં ભારતમાં જ રમાશે. જ્યારે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને શ્રીલંકા દ્વારા યોજવામાં આવનાર છે. આવી સ્થિતિમાં પાકિસ્તા (Pakistan) ની ટીમ આ બંને ટૂર્નામેન્ટમાં પોતાની મેચ ભારતની બહાર રમશે. પાકિસ્તાનને (Pakistan) 2028 માટે મહિલા T20 વર્લ્ડ કપના યજમાન બનાવવામાં આવ્યા છે.

ભારતની મેંચો દુબઈમાં યોજાઈ શકે

ICC સાથે તમામ ક્રિકેટ બોર્ડની બેઠક બાદ સ્પષ્ટ થયું કે આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાશે. જો કે તેનું હોસ્ટિંગ સંપૂર્ણપણે પાકિસ્તાન પાસે રહેશે. ICCએ તેની જાહેરાતમાં કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ની મેચો પાકિસ્તાન (Pakistan) માં અને તટસ્થ સ્થળોએ રમાશે. આઈસીસીએ તટસ્થ સ્થળ કયું છે? તે અંગે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ ભારતીય બોર્ડની માંગ દુબઈમાં રમવાની છે.

Scroll to Top